Gujarat

બહુચર માતાને માનાજી રાવ ગાયકવાડે ભેટ ધરેલો 250 કરોડનો હાર પહેરાવાયો ! 300 વર્ષ જુની પરંપરા એવી કે જાણી ને તમે

અવારનાર આપણને જાણવા મળતું હોય છે કે, ભક્તો દ્વારા મંદિરોમાં માતાજી અને ભગવાનને દાન-ભેટ ધરવામાં આવતી હોય છે. હાલમાં જ એક એવો બનાવ બન્યો છે કે, તમને જાણીને ગર્વ થશે તેમજ મનમાં આતુરતા પણ જાગશે. વાત જાણે એમ છે કે,બહુચરાજી મંદિર દેશમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિર પાસે રૂપિયા 250 કરોડ કરતાં પણ વધારે કિંમતનો મૂલ્યવાન નવલખો હાર છે. માનાજી રાવ ગાયકવાડ દ્વારા આ નવલખા હારને વર્ષો પૂર્વે બહુચર માતાજીને ભેટ આપવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે દશેરાના દિવસે નીકળતી પાલખીયત્રા દરમિયાન માતાજીને હાર પહેરાવવાની પરંપરા ચાલી આવી છે.

આ નવલખા હારના દર્શન ભક્તોને દશેરાના પાવન પર્વ થતા હોય છે. આ નવલખા હારની કિંમત અને વિશેષતા વિષે જાણીને તમે આશ્ચય પામી જશો.વાત જાણે એમ છે કે, બહુચર માતાજીને નવલખો હાર પહેરાવવાની 300 કરતાં વધારે વર્ષની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે કારણ કે હાલમાં જ દશેરાના શુભ પર્વે નીકળતી પરંપરાગત પાલખીયાત્રામાં બહુચર માતાજી નવ લખો હાર પહેરીને ભક્તોને દર્શન આપે છે, પાલખીયાત્રા દરમિયાન માતાજીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે, નવલખા હાર માટે પાલખીયાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રહે છે.

ભાગ્યે જ લોકો જાણતા હશે કે, બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લાં 300 કરતાં વધારે વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે તેમજ બહુચરાજી મંદિરમાં માતાજીને નિતનવાં આભૂષણો પહેરાવવાની ગાયકવાડ સમયથી પરંપરા ચાલી આવે છે, માતાજીના તમામ આભૂષણોમાં મૂલ્યવાન હોય તો તે નવલખો હાર છે.મંદિરના ટ્રસ્ટી નરેશભાઈ ઠક્કરના જણાવ્યા અનુસાર આઠ વર્ષ અગાઉ ઝવેરીઓએ આંકેલી કિંમત મુજબ નવલખો હાર રૂપિયા 250 કરોડથી વધુ કિંમત છે.

નવલખા હારની વિશેષતા વિષે જાણીએ તો હારમાં 6 કીમતી નીલમ અને પોખરાજ જડવામાં આવેલા છે તેમજ 50 કરતાં વધુ હીરા ટાંકવામાં આવ્યા છે. નવલખા હારના પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડો રૂપિયામાં અંકાય છે, તેના કારણે જ નવલખા હારને આખા વર્ષ દરમિયાન મંદિર ટ્રસ્ટ સલામત સ્થળે રાખે છે.

દશેરાના દિવસે મંદિરના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નવલખા હારને માતાજીના શણગારમાં લાવવામાં આવે છે. આ નવલખા હારનાં દર્શન કરીને માઈભક્તો ધન્ય થાય છે. માતાજીની પાલખીયાત્રા નીકળે ત્યારે માતાજીને આપવામાં આવતું ગાર્ડ ઓફ ઓનર પણ અનોખી ક્ષણો બની જાય છે.તમે પણ માતાજીને આ રૂપમાં જોઈને ધન્યતા અનુભવી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *