ઓછા લોકો જાણે છે કે ફેવીકોલ ના ફાઉન્ડર છે ! એક સમયે પટ્ટાવાળા ની નોકરી કરતા પછી આવી રીતે અબજો રુપીયાની કંપની ઉભી કરી…
ફેવિકોલ એક એવી કંપની વ્હે, જે ભારતમાં સૌથી લોકપ્રિય છે. ફેવિકોલ એક ગુંદર છે, જેનો ઉપયોગ ફર્નિચરની વસ્તુઓ બનાવવામાં અને તૂટેલી વસ્તુઓને જોડવામાં ઉપયોગ થાય છે. આજે આપણે આ કંપનીના માલિકની સફળતાની કહાની વિશે જાણીશું. ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાતનાં બળવંત પારેખ એ પોતાની સફળતા માટે ખુબજ કડી મહેનત કરી પોતાનું ધ્યેય પ્રાપ્ત કરેલ હતું. અને તે એક પટાવાળા થી હાલ એક ફેવિકોલ કંપની ના સંસ્થાપક છે.
દરેક ક્ષેત્રમાં આપણા ગુજરાતીઓનો દબદબો છે અને આમ પણ ધંધાદારી એ તો ગુજરાતીની ઓળખ છે. કોઈપણ ગુજરાતી ધંધામાં ક્યારેય થાપ નાં ખાય શકે.આમ પણ સફળતા ગમે એ વ્યક્તિ ને ગમે એ હોદા પરથી પોતાની મહેનત દ્વારા મળી રહે છે. પટાવાડા માંથી કંપનીના માલિક બનવું સહેલું નથી. પારેખ સાહેબ એ કંઈ રીતે આપમેળે ફેવિકોલ નામની કંપની ઉભી કરી તે જાણીશું.
બિઝનેસક્ષેત્રમાં નામના મેળવનાર બળવંત પારેખનો જન્મ વર્ષ-૧૯૨૫ માં ગુજરાત ના મહુવા ગામમાં થયો હતો. તેમનો પરિવાર મધ્યમવર્ગનો હતો અને તેમને બાળપણ થી જ વેપારી બનવા ની ઈચ્છા હતી. પરંતુ તેના પરિવાર ના લોકોએ તેને એમ કહ્યું કે આપણે માધ્યમ વર્ગ માં જીવીએ છીએ. આપણી માટે વેપાર ધંધો સરળ નથી, તેમના પરિવારના લોકો એમ ઇચ્છતા હતા કે બળવંત ભાઈ વકીલ બને તે માટે તે મુંબઈ આવી તેમણે સરકારી લો-કોલેજ માં એડમીશન લીધેલ હતું.
પરિવાર ની ઈચ્છા મુજબ તેમણે વકીલાત નું ભણવાનું તો શરુ કરી દીધુ, પરંતુ તેમનું મન તો ક્યાંક બીજે જ રહેતું હતું. તે સમયગાળા માં દેશમાં તમામ યુવાનો ગાંધીજી ના વિચારોને સહમતી આપતા હતા, તેથી બળવંતભાઈ પણ ગાંધીજી ના વિચારો ને માન આપી તેની સાથે આંદોલનો માં જોડાયા હતા. અને તેમણે તેમનું ભણતર પાછળ છોડી દીધું હતું. અને ત્યારબાદ એક વર્ષ બાદ તેમણે તેમનું ભણતર પૂર્ણ કરેલ, પરંતુ તેમણે વકીલાત માં રસ જ નહોતો.નોકરી કરી જીવન પસાર કર્યું, પરંતુ સમય જતા તેમણે નોકરી પણ છોડી દીધી હતી.
ત્યારબાદ તેમણે છેલ્લે લાકડા નું કામ કરવા વાળા વેપારી ને ત્યાં એક પટ્ટાવાળા તરીકે કામ કરતા આ કામ દ્વારા તેમને એક વખત વિદેશ જર્મની જવાનો મોકો મળેલ ત્યાં જઈ તેમણે વેપાર ને લગતા ઘણા સારા ઉપાયો મળ્યા, તે લાકડા ના વેપારી સાથે કામ કરતા હોવાના કારણે તેમણે વિચાર આવ્યો કે સુથાર બે લાકડા ને જોડવા માં તેને ખુબ મુશ્કેલી પડતી હોઈ છે.
તેથી તેમણે લાકડાને કંઈ રીતે ઝડપથી જોડવું તેના ઉપાયો કર્યા અને આખરે તતેમને તેમની મહેનત નું ફળ મળ્યું અને વર્ષ 1959માં તેમને પીડીલાઈટ બ્રાન્ડની સ્થાપના કરી અને એવું ગુંદર બનાવ્યું કે લાકડાની મજબૂતી તો જકડી રાખી પરંતુ તેમને પારેખ સાહેબના જીવનને મજબુત સફળતા અપાવી. આજે ફેવિકોલ એ સુથાર અને ફર્નિચરનાં કારીગરોની પહેલી પસંદગી છે