આ ગામમાં આવેલ છે 500 વર્ષ જૂનો વડલો જે, દર વર્ષે 3 ફૂટ વધે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મુલાકત લીધેલ..
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામ પાસે આવેલાં કંથાપુર ગામમાં મહાકાય વડ આવેલ છે. આ વડ 500 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. લોકો તેને મીની કબીર વડપણ કહે છે. સરકારે આ સ્થળનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે.
હાલમાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ કહ્યું કે,, “પ્રાથમિક તબક્કે અહીં નયનરમ્ય લેન્ડસ્કેપિંગ, ધ્યાન-યોગ માટેની જગ્યા, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પણ આ વડની મુલાકાત લીધેલ. ચાલો આ વડ વિશે વધુ માહિતી જાણીએ.
અતિ પૌરાણિક વડલાની વચ્ચે એક મંદિર પણ આવેલું છે. આ મંદિરમાં મહાકાળી માતા બીરાજે છે. ખાસ વાત એ છે કે, અહીંયા દર વર્ષે નવરાત્રીમાં લોકમેળો ભરાય છે. અહીં મહાકાળીનું મંદિર હોવાથી તેમજ સ્થળ આહલાદક હોવાથી અહીં દર વર્ષે પ્રવાસીઓ આવતા રહે છે. ગુજરાતમાં વિશાળ વૃક્ષમાંકબીરવડ બાદ કંથારપુર વડની ગણતરી થાય છે. આ વડ 40 મીટર ઊંચો અને 2.5 વિઘા જમીનમાં ફેલાયેલો છે. દર વર્ષે વડ ચારેબાજુ 3 મીટર જેટલી ફેલાય છે.
વડ દર વર્ષે 3 ફૂટ જેટલો ફેલાય છે. વડની આસપાસ ખેડુતોની જમીન આવેલી છે. પણ ખેતરમાં વડ ભલે ફેલાય પણ ખેડૂતો તેને કાપતા નથી. આસપાસના ખેડૂતો પણ વડને પોતાના ખેતરમાં ફેલાવા દે છે પણ તેને કાપતા નથી. અહીં ખેડૂતોની જમીનની કિંમતની વાત કરીએ તો વિધાન 15થી 25 લાખ ભાવ છે. આમ છતાં ખેડૂતો ધાર્મિક આસ્થાને લીધે વડના કારણે લાખોની જમીન જતી કરે છે.
વડ માત્ર પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ ઉપરાંત વડને લીધે સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે. વડની આસપાસ 29થી 25 જેટલી નાની મોટી દુકાન અને પાથરણા આવેલા છે, જેના થકી 30થી 40 પરિવારને રોજગારી મળે છે.હાલમાં જ સરકારે 10 કરોડથી વધારેના ખર્ચે આ સ્થળનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે. આ વડ એટલો ઘટાટોપ છે કે તેની વડવાઈઓ અને ડાળીએ અડધા એકર વિસ્તારમાં ફેલાયેલી છે. આ સ્થળને 2006ના વર્ષમાં પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.