ભારતની સૌથી લક્ઝરી ટ્રેનો, જેનુ ભાડુ લાખો મા પણ સુવીધા પણ મહેલો જેવી…
પહેલાના સમય મા ટ્રેન મા મુસાફરી કરવી એટલે થોડી મુશ્કેલીઓ ની સામનો કરવો સમાન હતો કેમ કે સુવીધાઓ ની અછત હતી પરંતુ સમય સાથે પરીવર્તન આવતું ગયુ અને ટ્રેન મા અનેક સુવીધાઓ મળવા લાગી એમા પણ અલગ અલગ પ્રકારની ટ્રેન મા સુવીધા મળવા લાગી અને ટ્રેન ની મુસાફરી આરમદાયક બની. ત્યારે અમે તમને એવી જ ખાસ ટ્રેનો વિશે વાત કરીશું જે ટ્રેન મા તમે ક્યારેક બેસશો તો તમે રોયલ અનુભવ કરશો.
આપણે જે ટ્રેન ની વાત કરવા જઈ રહયા છીએ એ ટ્રેન નુ નામ ધ ગોલ્ડન ચેરિયેટ છે જેનો અર્થ થાય છે સોના નો રથ.. આ ટ્રેન નુ જેવુ નામ છે એવી જ આ ટ્રેન છે. સૌપ્રથમ આપને જણાવી દઈએ કે આ ટ્રેનને ભારતીય રેલવે અને કર્ણાટક સરકાર સંયુક્ત રૂપે ચલાવે છે. આ ટ્રેન ના ભાડા ની વાત કરવામા આવે તો ઓછામાં ઓછુ ભાડુ 3,36,137 રૂપિયા છે. જ્યારે 5,88,242 રૂપિયા મહત્તમ ભાડુ છે. ધ ગોલ્ડન ચેરિયેટ ટ્રેન દક્ષિણ ભારતના કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પુડુચેરિ અને ગોવા દર્શન કરાવે છે.
જ્યારે અન્ય એક ટ્રેન ની વાત કરીએ તો તેનુ નામ પેલેસ ઓન વ્હીલ છે. ભારતીય રેલ દ્વારા ચલાવાતી આ લક્ઝરી ટ્રેન રાજધાની દિલ્લીથી ઉપડે છે જેની અંદર એવી સુવીધા છે કે જેવી મહેલો મા હોય ટ્રેન ની અંદર ડાઈનિંગ રૂમ, રેસ્ટોરન્ટ, બાર અને સલૂન પણ શામેલ છે. આ ટ્રેન નુ ભાડુ પણ 5,23,600 રૂપિયાથી 9,42,480 રૂપિયા સુધીનું હોય છે.આ ટ્રેન આગરા, ભરતપુર, જોધપુર. જેસલમેર, ઉદેપુર, ચિતૌડગઢ, સવાઈ માધો,પુર અને જયપુર દર્શન કરાવે છે.
ડેક્કન ઓડીસી: આ ટ્રેન ની વાત કરવામા આવે તો આ ટ્રેન મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના દર્શન કરાવે છે આ ટ્રેન નુ ભાડુ પણ લાખો મા છે અને સાથે સુવિધા ની વાત કરવામા આવે તો 5 સ્ટાર હોટલ, બે રેસ્ટોરન્ટ, કમ્પ્યૂટર, ઈન્ટરનેટ, બાર અને બિઝનેસ સેન્ટરની સાથે 21 લક્ઝરી કોચ છે.
હવે આપણે વાત કરીશું ભારત ની સૌથી રોયલ અને મોંઘી ટ્રેન વિશે જેનુ નામ મહારાજા એક્સપ્રેસ છે. આ ટ્રેન એટલી રોયલ છે કે જેમા બેઠવુ એક સપનું કહી શકાય. ટ્રેન નુ ભાડુ 5,41,023 રૂપિયા થી શરુ થાય છે. ટ્રેનનાં પ્રેસિડેન્શિયલ સ્યૂટનું ભાડું 37,93,482 રૂપિયા છે. જે આ ટ્રેનનું મહત્તમ ભાડુ છે. ટ્રેન ના ભાડા પરથી અંદાજો લગાવી શકાય કે ટ્રેન કેવી હશે. આ ટ્રેન પોતાના યાત્રીઓને રાજધાની દિલ્લીથી લઈને આગરા, વારાણસી, જયપુર, રણથંભોર અને મુંબઈ દર્શન કરાવે છે