એક હજાર વર્ષ જૂની પ્રતિમાનું સીટી સ્કેન કર્યું ત્યારે ખુલ્યું એક રહસ્ય જેને જાણીને વૈજ્ઞાનિકો ચોંકી ગયા..
આજના સમયમાં અનેક રહસ્યો એવા છે જે ક્યારે ઉકેલી શકાતા નથી. કોઈક રહસ્ય વર્ષો પછી પણ સામે આવે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ખોદકામ દરમીયાન અથવા તો પૌરાણિક મંદિરો કે ગુફામાંથી વર્ષો જૂની પ્રતિમા મળતી હોય છે. હાલમાં જ એક બૌદ્ધ ધર્મની એક પ્રતિમા મળી જે 1000 વર્ષ આસપાસ જૂની હોવાનું માનવામાં આવે છે. આ મૂર્તિનું જ્યારે સીટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે સૌ કોઈ ચોંકી ગયા કારણ કે તે મૂર્તિ ની અંદર એક માણસ હતો.હવે તમને વિચાર આવશે કે માણસ કોણ છે અને 1000 હજાર વર્ષ સુધી તે અંદર કેમ હતો?
આપણે સૌ કોઈ જાણીએ છે કે,મૃતદેહોના સંરક્ષણ માટે મિસ્રમાં મમી બનાવવામાં આવે છે. આ રીત ચીનમાં પણ અપનાવાઈ છે. જો કે વિશેષજ્ઞ હાલ તે જાણી શક્યા નથી કે ચીનમાં આવું શા માટે કરવામાં આવતું. અંદાજે 1000 વર્ષ પહેલા એક બૌદ્ધ સાધુનું મમી બનાવાયું હતું. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ચીનના એક મઠમાં રાખેલી એક જૂની મૂર્તિને વૈજ્ઞાનિકોએ સ્કેન કરીસ્કેનિંગમાં આશ્ચર્યજનક ખુલાસા થયા. તેમાં જાણવા મળ્યું કે પદ્માસનની મુદ્રામાં બેઠેલા બૌદ્ધ સાધુના હાડકાં કેવી રીતે મૂર્તિની અંદર સંરક્ષિત કરવામાં આવ્યા હતા.
બૌદ્ધ સાધુ ધાર્મિક વૃત્તિના હતા. ચીનના કોઈ એક ભાગ અથવા તિબેટના ક્ષેત્રમાં તેમણે ઉપાસના કરી અને આ ક્રમમાં તેમણે ઉપવાસ પણ કર્યા હતા. વર્ષ 1100 આસપાસ તેમનું મૃત્યુ થયું. આ બૌદ્ધ સાધુ વિશે કહેવાય છે કે અંદાજે 1000 દિવસ સુધી તેમણે માત્ર ડ્રાયફ્રૂટ, બેરી જેવી વસ્તુઓ જ ખાધી હતી જેથી શરીરની ચરબીને દૂર કરી શકાય. મૃત્યુ બાદ તેના શરીરના અંગોને નષ્ટ થવાથી રોકવા માટે અને સંરક્ષક તરીકે કામ કર્યું.
પદ્માસનની મુદ્રામાં બેસેલા હતા અને તેમનું નિધન ન થયું ત્યાં સુધી તેઓ આ મુદ્રામાં જ રહ્યા. લોકોને તેમના નિધનની ત્યારે ખબર પડી જ્યારે ઘંટીનો અવાજ આવતો બંધ થયો. બૌદ્ધ સાધુ મઠમાં અંદાજે 200 વર્ષો સુધી આ મુદ્રામાં બેસી રહ્યા હશે. ત્યારબાદ તેની સ્થિતી ખરાબ થવા લાગી હશે અને અન્ય ભિક્ષુઓએ તેના મૃતદેહને સંરક્ષિત રાખવાના ઈરાદાથી તેને મૂર્તિની અંદર રાખી દીધા. તેમની ઉંમર 30થી 50 વર્ષ આસપાસ હોવાનું અનુમાન છે.