ગિરનાર પર્વતના 125 વરસો જૂની તસવીરો આવી સામે! વરસો પહેલા આવો દેખાતો ગિરનાર પર્વત…. જુઓ ખાસ તસવીરો
આપણે જાણીએ છે કે, ગુજરાતના સોરઠ પ્રદેશમાં આવેલ ગિરનાર પર્વત ( Girnar mountain in Sorath region ) આદિ અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે તેમજ ગિરનારનું મહત્વ પણ અતિ છે. હાલમાં જ ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરની 120, 125 અને 151 વર્ષ જૂની તસવીરોસામે આવી છે. આ તસવીરોમાં જોઈ શકશો કે ગિરનાર આજથી 125 વર્ષ પહેલા કેવો લાગતો હતો. ચાલો અમે આપને અંબાજી મંદિરના ઇતિહાસ વિષે જણાવીએ.
અંબાજી મંદિરના સોલંકી રાજાના જૈન મુખ્યમંત્રી વાસ્તુપાલે 13મી સદીમાં બંધાવ્યું હતું.(The Ambaji Temple was built in the 13th century by Vastupal, the Jain Chief Minister of Solanki Raja.) ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે 322 પછી સૌરાષ્ટ્ર જીતી લીધું અને સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગરમાં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મૂક્યો હતો.મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જુનાગઢ શહેર ગિરિનગર, જીર્ણદુર્ગનાં નામથી ઓળખાતું હતું. આ નગરનું આકર્ષણનું કેન્દ્ર માત્ર ગિરનાર પર્વત છે અને ગિરનાર પર્વત પર 3300 ફુટની ઉંચાઈએ અંબાજી મંદિરે આવેલું છે.
અંબાજીનું મંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે, જે ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે તેવી લોકોમાં એક પ્રકારની શ્રધ્ધા છે. જેમ ભારતમાં અન્ય જગ્યાએ ડુંગર ઉપર અંબાજી માતાજીનાં બેસણા છે તેમ ગિરનાર જેવા પવિત્ર ડુંગર ઉપર પણ છે.(Ambaji Mataji’s seat is also on a holy hill like Girnar.)અંબાજી મંદિરની આસપાસ સેવાદાસજીની જગ્યા છે. અહીંથી નીચે ઉતરતા શેષાવન, ભરતવન, હનુમાન ધારાના સ્થાનકો આવે છે. ગિરનાર ઉપર ચડવાનો આ જુનો મારગ છે.
ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. અહીં સિદ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે.( There are five high peaks in this mountain). જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફુટની ઉંચાઈ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગીરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. ગિરનાર અંબાજીની આ તસવીરો જોઈને તમને સમજાય જશે કે ગિરનાર પર્વત પર સમયાંતરે ઘણો વિકાસ થયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.