EntertainmentGujarat

લોક સાહિત્યકાર સાંઈરામ દવે નુ સાચુ નામ તમે પણ નહી જાણતા હોય ! જાણો સાઈરામ દવે ક્યા ગામ ના છે અને કેવી રીતે

આપણે ગુજરાતમાં અનેક કલાકરો થી વાકેફ છીએ પરંતુ આજે આપણે એક હાસ્ય સમ્રાટ અને જેમની બોલવાની કળા થી સૌ કોઈ આકર્ષિત થઈ જાય એવા મહાન હાસ્યકલા સાંઈરામ દવેના જીવન વિશે જાણીશું તેમજ તમને જાણીને આશ્ચર્ય થશે કે સાંઇરામ દવે એ તેમનું સાચું નામ નથી તેમનું નામ કોઈ નહીં જાણતું હોય પણ અમે આપને આ વાત જણાવીશું. ચાલો અમે સફર કરાવીશું સાંઈરામ દવે કંઈ રીતે હાસ્ય સમ્રાટ બન્યા તે!

તમને જાણીને આશ્ચર્ય થશે જેને આપણે સાંઈરામ દવે તરીકે ઓડખીએ છીએ, તે ખરા અર્થે તેમનું સાચું નામ એ છે જ નહીં!આ તો તેમનું ઉપનામ છે. મૂળ ગોંડલ શહેરના સાંઈરામ દવેનો જન્મ ૭ ફેબ્રુઆરી, ૧૯૭૭ના રોજ વિષ્ણુપ્રસાદ દવે તથા સરોજબેનને ત્યાં જામનગરમાં થયો. તેમના પિતા પ્રાચીન ભજનિક તેમજ નિવૃત શિક્ષક છે. તેમજ માતા પણ નિવૃત શિક્ષિકા છે. સાંઈરામનું વતન અમરનગર છે.

પિતાને આકાશવાણી તેમજ ભજનના કાર્યક્રમોમાં ગાતા જોઈ તેઓ પણ સંગીત તરફ આકર્ષાયા. કિશન દવે તથા અમિત દવે સાંઈરામના નાના ભાઈઓ છે. ૨૦૦૧માં સાંઈરામના લગ્ન ઝંખના (દિપાલી) ત્રિવેદી સાથે થયા હતા. ધ્રુવ અને ધર્મરાજ સાંઈરામના બે સંતાનો છે. તેમના જીવનની કારકિર્દી પર એક નજર ફેરવીએ કે અહીંયા સુધી તે કંઈ રીતે પોહચયા.

સાઈરામે પ્રાથમિક શિક્ષણ અમરનગર ગામમાં પૂરું કર્યું. ત્યારબાદ ૧૯૯૧થી ૧૯૯૪ દરમ્યાન ડિપ્લોમા ઈલેક્ટ્રીક એન્જીનીયરીંગ, પોલીટેકનીક રાજકોટ ખાતે કર્યું. ૧૯૯૫ થી ૧૯૯૭ દરમ્યાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, અમરેલી ખાતે તેઓએ પ્રાથમિક શિક્ષણ (P.T.C.) ની પદવી પ્રાપ્ત કરી, ૧૯૯૮ થી ૨૦૧૩ દરમ્યાન તેમણે સરકારી શાળા નં-પાંચ, ગોંડલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી.

૨૦૧૫થી તેઓ ‘નચિકેતા સ્કુલીંગ સિસ્ટમ’ રાજકોટના સ્થાપક પ્રમુખ છે૧૯૯૭થી લોકસાહિત્ય અને હાસ્યક્ષેત્રે તેમણકર્મભૂમિ અમરેલીથી કાર્યક્રમો શરુ કર્યા વર્ષ ૨૦૦૦નીસાલમાં આકાશવાણી અને દૂરદર્શનમાં માન્ય B-High grade ના કલાકાર બન્યા. ૨૦૦૧માં તેમની ‘ચમન બનેગા કરોડપતિ’ નામની હાસ્યની ઓડિયો કેસેટે સફળતા મેળવી. આ કેસેટ થકી તેમને ગુજરાતભરમાં ખુબ પ્રખ્યાતિ મળી.૧૯૯૭ થી ૨૦૨૦ સુધીની પોતાની ૨૪ વર્ષની લોકકલાની કારકીર્દિ દરમ્યાન.

તેમણેઅમેરિકા,યુ.કે,નાઈરોબી,સ્વીત્ઝરલેન્ડ,ઓસ્ટ્રેલીયા,ન્યુઝીલેન્ડ, દુબઈ, મસ્કત, અબુધાબી, ટાન્ઝાનીયા, કોંગો જેવા અનેક દેશોમાં પોતાના કાર્યક્રમો આપ્યા છે અને આજે લોકોનાં જીવનમાં રાજ કરી રહ્યા છે, આ મહાન હાસ્ય સમ્રાટ પોતાની કળાની દુનિયામાં પોતાનું સાચું નામ પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે થી નહીં પરંતુ સાંઈરામ દવેના ઉપનામથી દર્શકોના હૈયામાં રાખ્યું છે, આજે લોકો તેમને પ્રશાંત નામથી ઓળખશે નહીં કારણ કે તેમને પોતની જીવનની કળાની સફરમાં સાંઈરામ તરીકે જ ઓળખાયા છે.ખરેખર ધન્ય છે સાંઈરામ દવેને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *