હનુમાનજી ની એક માત્ર મુર્તિ કે જે હસતાં મુખ વાળી છે ! જાણો તેની પાછળ નુ આ કારણ…
સાળંગપુર મા આવેલ કષ્ટભંજન હનુમાનજી એક માત્ર એવી મૂર્તિ છે, જેમાં તેઓ હસંતા હોય તેવો ભાવ જોવા મળે છે.ખરેખર આ તથ્ય સાચું પણ છે, કારણ કે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગોપાળાનંદએ આ મૂર્તિની સ્થાપના કરી ત્યારે એક એવી ઘટના બની કે જેણે જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં! ચાલો આપણે આજે કષ્ટભંજન હનુમાનજીની આ રસપ્રદ વાત વિશે જાણીએ.
જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા ત્યારબાદ અનાદિમૂળઅક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળનંદ સ્વામી સત્સંગ-પ્રસારાર્થે વિચરણ કરતાં હતા અને તેઓ અનેક ગામોમાં જઈને હરિભક્તોને ભગવાની ભક્તિનું રસપાન કરાવ્યું છે.એકવાર સ્વામી બોટાદ ગામે આવ્યાં.સદગુરુશ્રીના દર્શનાર્થે સાળંગપુરના દરબાર વાઘા ખાચર આવ્યાં. વાઘા ખાચરે વેણ વદ્યાં સ્વામી, અમારે બે પ્રકારના કાળ પડ્યાં છે. ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે.
ગોપાળનંદ સ્વામી ભક્તોની મનોવ્યથા સમજી ગયાં અને સ્વામીજી એ અનંત જીવોના દુ:ખ દૂર કરે તેવા શ્રી કષ્ટભંજન હનુમાનજીને પધારવવાનો તત્કાળ શુભ સંકલ્પ કર્યો. સાળંગપુર ગામના પાદરામાં એક પાળિયા પર સ્વહસ્તે હનુમાનજીની મૂર્તિ દોરી આપી.
બોટાદ ગામનાં જ કાના કડિયાને બોલાવીને સુંદર, આકર્ષક અને ભાવવાહી મૂર્તિ બનાવડાવી અને તાત્કાલિકપણે નવ્ય-ભવ્ય અને રૂપકડું મંદિર બનાવવામાં આવ્યું. સવંત 1905ના આસો સદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ એક ભવ્ય મહોત્સવમાં વેદોક્તવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી. આ મૂર્તિની સૌપ્રથમ આરતી નૈષ્ઠિક વ્રતધારી શુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામીએ ઉતારી.
આરતી સમયે સ.ગુ શ્રી ગોપાળનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢીએ ટેકવીને મૂર્તિસામે ત્રાટક વિધિ કરતા ઊભા રહ્યાં અને આ મૂર્તિમાં હનુમાનજી મહારાજને અવિર્ભાવ કરવાનો સંકલ્પ કર્યો અને સમાધિયોગમાં શ્રીજીના સંકેત દ્વારા હનુમાનજીને આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજવા આહ્વાન આપ્યું. ગુરુ ગોપાળનંદજી સ્વામીની આજ્ઞા થતાંની સાથે જ શ્રી રામદૂત હનુમાનજી આ મૂર્તિમાં તત્કાળ અવિર્ભાવ પામ્યા, તે સાથે જે આ મૂર્તિ થર થર ધ્રુજવા લાગી. સર્વસુખદાતા સ્વામીજીના આહ્વાન બાદ મૂર્તિમાં બિરાજીને મારૂતિનંદન હંસવા લાગ્યાં.
હનુમાજીની હસતા જોઈને સૌ કોઈ સંતગણોએ ગોપાળા નંદ સ્વામીને પ્રાર્થના કરીને હે! સ્વામી તમે હનુમાનજીને શાંત કરાવો નહીંતર આસપાસના આપણાં મોટાં મંદિરોના દેવો વચ્ચે હનુમાનજીમાં બહુ ઐશ્વર્ય હશે ત્યાં કોણ જશે અને તેમનું મહત્વ ઘટી જશે! સ્વામી મૂર્તિમાંથી દષ્ટિ પાછી ખેંચી લીધી.