ઘોડો હોય તો આવો! ” કેસરિયો છે ગુજરાતનો સૌથી કિંમતી ઘોડો, ગુજરાતી માલિકે ૧૦ કરોડની ઓફર ત ઠુકરાવી દીધી, જાણો શું છે ખાસિયત
રાજસ્થાનના પુષ્કર મેળામાં દર વર્ષે પ્રાણીઓની લે-વેંચ થતી હોય છે. આ વખતે પણ આ મેળામાં પ્રાણીઓની લે-વેંચ થઈ રહી છે. જો તમને કોઈ ૧૦ કરોડની ઓફર આપે તો તમે સ્વીકારો કે નહી? આવું જ હાલમાં આ મેળામાં થયેલું કેસરિયા નામના ઘોડાને ખરીદવા માટે ફ્રાંસના પેરિસમાંથી આવેલા એક વિદેશી પ્રવાસીએ તો કેસરિયાને ખરીદવા માટે રૂપિયા 10 કરોડની ઓફર પણ કરી, પરંતુ કેસરિયાના માલિક ચરણજીતસિંહે હસતા મોઢે આ ઓફર ઠુકરાવી દીધી અને અશ્વપ્રેમ રજૂ કર્યો હતો.
કેસરિયો મારવાડી પ્રજાતિનો અશ્વ છે, મોટાભાગે આ પ્રકારના અશ્વ માત્ર મારવાડ પ્રદેશમાં જ જોવા મળે છે. એટલું જ નહીં અગાઉ રાજા રજવાડાના સમયમાં યુદ્ધ અને લડાઇ વખતે મારવાડી ઘોડા જ વધુ રાખવામાં આવતા. મારવાડી ઘોડાની ખાસિયત એ છે કે આ ઘોડા અન્ય ઘોડાની સરખામણીમાં દોડવામાં વધુ ઝડપી હોય છે, અને રણ પ્રદેશમાં સરળતાથી દોડી શકે છે.
કેસરિયાના માલિક જામનગરના લોઠિયા ગામમાં રહેતા ચરણજીતસિંહ મેહડું છે. તેઓને અશ્વપ્રેમ ખુબ જ હોવાથી અશ્વો માટે જ ખાસ ફાર્મહાઉસ પણ બનાવડાવ્યું છે. ચરણજીતસિંહ પાસે કેસરિયા સહિત 10થી 12 જેટલા અશ્વો છે. તેઓ છેલ્લા 12 વર્ષથી અશ્વોની બ્રિડિંગ પણ કરાવે છે. ચરણજીતસિંહનું કહેવું છેકે કેસરિયો પોતાની સુંદરતાને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે.
ચરણજીતસિંહે કહ્યું કે, “કેસરિયો મારો પ્રિય ઘોડો છે. તેની સુંદરતા અને શક્તિને જોઈને હું ખુશ થાઉ છું. તેનો શરીર નિખારેલો છે અને તેની આંખોમાં શક્તિ છે. હું ક્યારેય કેસરિયાને વેચીશ નહીં. તે મારા માટે એક સંપત્તિ છે.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.