ગુજરાતનાં આ ગામના આવેલું છે, વિશ્વનું પહેલું માતૃપિતૃ મંદિર, આ કારણે બનાવ્યું મંદિર…
આજના સમય અનેક પ્રકારના મંદિરમાં જોયા હશે. આજે અમે આપને એક એવા મંદિર વિશે જણાવશું જેના વિશે જાણીને તમે આશ્ચય થઈ જશો. અત્યાર સુધી તમે અનેક પ્રકારના મંદિરો જોયા હશે પણ આજે અમે આપને એક ખૂબ જ અદ્ભૂત મંદિર વિશે જણાવશું. ગુજરાતના બનાસકાંઠાના કાંકરેજના આકોલી ગામમાં નિર્માણ પામેલ માતૃ-પિતૃ મંદિરના એક વર્ષ પુણ થતા સાલગીરી યોજાઇ હતી.
તમને જાણીને આશ્ચય થશે કે, વિશ્વનું પ્રથમ આ માતૃ પિતૃ મંદિર છે. ખાસ વાત એ છે કે, યુવાવર્ગમાં માતા પિતા પ્રત્યે પ્રેમ લગાવ બની રહે અને વૃદ્ધાશ્રમની સંખ્યામાં ઘટાડો થાય તેવા ઉદ્દેશથી મંદિર બનાવાયું છે. આ મંદિર વિશે વિગતવાર માહિતી જાણીએ તો. અત્યાર સુધી સામાન્ય રીતે તો તમે દેવી દેવતાના મંદિર જોયા હશે પરંતુ એક અધિકારી દ્વારા માતા પિતાની યાદમાં માતૃ-પિતૃ મંદિર બંધાવવામાં આવ્યું છે.
આ મંદિર બાંધવા પાછળનું કારણ જાણશો તો તમારા હૈયાને સ્પર્શી જશે.કોરોના કાળ દરમિયાન પોતાના પિતાનું અવસાન થતાં અધિકારીએ એમની યાદમાં મંદિર બધાવ્યું.મંદિરમાં માતૃ પિતૃ મંદિરની પ્રથમ સાલગીરીના નિમેતે પાલનપુરના વૃદ્ધાશ્રમના વૃદ્ધોને બોલાવી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.આકોલી ગામ તથા આજુબાજુના ગામ લોકોએ પણ વિશ્વના પ્રથમ માતૃ પિતૃ મંદિરના દર્શન કર્યા હતા.
અનેક માતા-પિતાઓને જિંદગીના છેલ્લા દિવસોમાં તરછોડી દેવા આવતા હોય છે અને માં બાપને વૃદ્ધાશ્રમ નો સહારો લેવા મજબૂર બનવું પડે છે. ત્યારે લોકોમાં માં બાપ પ્રત્યે લગાવ બની રહે અને વૃદ્ધાશ્રમની સંખ્યામાં ઘટાડો થાય . આજના સમયમાંમા બાપ પ્રત્યે રુચિ અને ઘડપણની લાકડી દીકરો બની રહે તેવા પ્રયાસો આ મંદિર થકી કરવામાં આવશે, ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે.