ઘણા ઓછા લોકો જાણે છે ભગવાન દ્વારકાધીશના આ મંદિરનો ઇતિહાસ ! પેહલા કાંઈક આવું દેખાતું જગત મંદિર…જુઓ તસ્વીર
ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા ભારતના ચાર ધામોમાંનું એક છે. ગુજરાતનું અતિ પાવન તીર્થસ્થાન એટલે દ્વારકા. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ થયેલ સુવર્ણ દ્વારકા ભલે આજે અસ્તિત્વમાં ન હોય પરંતુ “ જગત મંદિર ” માં બિરાજમાન શ્રી દ્વારકાધીશના દર્શન માત્રથી જીવનું કલ્યાણ થાય છે અને એટલે જ દ્વારકા નગરીને મોક્ષપૂરી કહેવામાં આવે છે.
જ્યારે બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન છે, બેટ દ્વારકાના કણ કણમાં શ્રી કૃષ્ણના જીવનકાળની ગાથા સમાયેલ છે. શ્રી કૃષ્ણ ભગવાન રાજાઘીરાજ શ્રી દ્વારકાધીશ સ્વરૂપે દ્વારકા નગરીમાં રાજપાટ સંભાળતા અને પોતાની આઠ પટરાણીઓ સંગાથે બેટ દ્વારકામાં નિવાસ કરતા. આજ કારણે બેટ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણની ચરણરજ, ઊર્જા અને આત્મા આજે પણ વિદ્યમાન છે.
દ્વારકાનો ઇતિહાસ પૌરાણિક કથા અનુઅસાર જાણીએ. જયારે ભગવાન શ્રીકૃષ્ણે રાજા કંસનો વધ કર્યો, ત્યારથી કંસના સસરા મગધનરેશ જરાસંધને ભગવાન શ્રીકૃષ્ણ સાથે વેરભાવ બંધાયો.જેના લીધે જરાસંઘ યાદવો પર વારંવાર આક્રમણ કરવા લાગ્યા. આ કારણે ભગવાન શ્રીકૃષ્ણે વ્રજભૂમિની રક્ષા કરવા માટે કુશસ્થળીમાં વસવાનો નિર્ણય કર્યો. કુશસ્થળીમાં આવતાં પહેલા શ્રીકૃષ્ણે કુશાદિત્ય, કર્ણાદિત્ય, સર્વાદિત્ય અને ગૃહાદિત્ય નામના અસુરો સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કર્યો.
શ્રીમદ્ ભાગવતમ્ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકાના નિર્માણ માટે સમુદ્રદેવને ૧૨ યોજન જમીન આપવાની વિનંતી કરી. ત્યાર પછી વિશ્વકર્માજીએ સોનાની દ્વારકાનું નિર્માણ કર્યું.વસુંધરાના ખોળે અતિ સુંદર સુવર્ણ દ્વારકા નગરીનું નિર્માણ થયા પછી યાદવો સાથે ભગવાન શ્રી કૃષ્ણ રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ રૂપે બિરાજમાન થયા.
યાદવકુળનો વિનાશ નજીક આવતા જ શ્રીકૃષ્ણ ભગવાને યાદવોને પ્રભાસ પાટણ જવાનું કહ્યું અને પોતે પણ દ્વારકા છોડીને પ્રભાસક્ષેત્રમાં ચાલ્યા અને પીપળાના વૃક્ષ નીચે પારધીના હસ્તે મુત્યુંનો સ્વીકાર કરીને પોતાનું માનવદેહ ત્યાગ કરીને આ જગતમાંથી પોતાની લીલા સંકેલી લીધી. જેથી દ્વારકા પણ સમુદ્રમાં સમાઈ ગઇ અને શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.