અંગ્રેજો ને ધૂળ ચટાવનાર એક વીર આદિવાસી કે જેના માટે આજે પણ ટ્રેન ઉભી રહી જઈ છે.
આ વાત એ સમય ની છે કે જયારે દેશ પર ઇસ્ટ ઇન્ડિયા કંપની નું પૂરી રીતે રાજ ચાલતું હતું. અને મુગલ દરબાર નો અંત થયેલ હતો.તે સમયે પોલીસ કર્મચારીઓ પણ અંગ્રેજો ના ઈશારે ચાલતા હતા. આ સમય દરમિયાન ઈ.સ.૧૮૪૦ આસપાસ મધ્યપ્રદેશ ના ખંડવા ગામ માં એક ભીલ પરિવાર માં એક બાળકનો જન્મ થયેલ હતો. જેનું નામ ટણડ્રા ભીલ રાખવામાં આવ્યું હતું.
આ બાળક જન્મથી જ સામાજિક કાર્યો માં રસ ધરાવવા લાગ્યો હતો. અને દેશ માં ચાલી રહેલી અસમાનતા થી તેને નફરત હતી. તેથી તેની સામે ખુબજ પડકાર રૂપ સાબિત થયેલ છે, તેના ઉગ્ર સ્વભાવ નાં કારણે તેના વિરોધી એ તેનું નામ ટંટયા રાખ્યું હતું. અને ત્યારબાદ આ નામ ટંટયા ની પાછળ સમય જતા મામા જોડી દેવામાં આવ્યું તેથી તેમનું નામ ટંટયા મામા તરીકે ઓળખવામાં આવ્યું.
ટંટયા ભીલ આદિવાસી ત્યાના લોકોની ખરાબ પરિસ્થિતિ ને આધીન તેણે તે લોકોની આર્થિક પરિસ્થતિ બદલાવવા માટે અમીરો અને મોટા મોટા શેઠો ને ત્યાં લુટ કરવાનું શરુ કરી દીધેલ હતું, અને તે લુટ ચોરી નાં આવેલ પૈસા નો ઉપયોગ ગરીબો ની ભૂખ છુપાવવા માટે કરતા હતા. ટંટયા ઘણા અંગ્રેજો ઓફિસરો ના ઘરે પણ લુટ કરતા હતા. અંગ્રેજો સામેનો ટંટયા નો પડકાર જોઇને આદિવાસીઓ ટંટયા ને એક ફરિશ્તા રૂપે માનવા લાગ્યા, અને અંગ્રેજો એ તેમનું નામ ઇન્ડિયન રોબીન હુડ રાખ્યું હતું.
ટંટયા સારું એવું પ્રભુત્વ જોઈ તાત્યા ટોપે તેનાથી પ્રભાવિત થયા અને તેને “ગુરિલ્લા યુદ્ધ” માં એક કુશળ વ્યક્તિ તરીકે જાહેર કર્યો. પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ભલે ૧૯૫૭ પછી શરુ કરવામાં આવ્યું પરંતુ આદિવાસીઓ ના વિદ્રોહની શરૂઆત ૧૭૫૭ ના પ્લાસી યુદ્ધ દ્વારા શરુ કરવામાં આવી હતી. ત્યાજ ઝારખંડ માં ૧૮૫૫ માં આદિવાસી સંઘર્ષ શરુ કરવામાં આવ્યો હતો. ૧૮૫૭ થી ૧૮૮૯ સુધી ટંટયા ભીલે અંગ્રેજો ને ખુબજ હેરાન-પરેશાન કરી નાખ્યા હતા. આવા વીર ટંટયા ભીલ ના વીરતા ના કિસ્સા સામાન્ય થવા લાગ્યા હતા.
કહેવાય છે ને કે આપણા પોતાના દગો કરે એ પારકા ન કરે તેવું જ ટંટયા ભીલ સાથે થયું, એક સમય એવો આવ્યો કે અંગ્રેજો ટંટયા ની લડાઈ થી ખુબજ પરેશાન હતા એટલે તેને હરાવા અંગ્રેજોએ ટંટયા ના લોકોને બહેલાવા ફૂસ્લાવવા નું શરુ કર્યું ત્યાના લોકોને ટંટયા નિ જ સામે રોષ ઉભો કરી દીધો હતો અંગ્રેજોએ, ટંટયા ના જ લોકોએ તેને દગાથી અંગ્રેજો ના હાથે પકડી પાડ્યો હતો અને ૪ ડીસેમ્બર ૧૮૮૯ ના રોજ તેને ફાંસી આપવામાં આવી હતી.
અંગ્રેજોએ તેના મૃતશરીર ને ખંડવા રેલમાર્ગ પર આવેલ પાતાલપાની(કાલાપાની) રેલેવે સ્ટેશન પાસે જઈ ફેકી દીધેલ હતું. જ્યાં હાલ માં ટંટયા ની સમાધિ આવેલ છે, હાલમાં મધ્યપ્રદેશ માં આવેલા ઇન્દોર અને ખંડવા જીલ્લા ની વચ્ચે આવેલ પાતાલપાની એટલે કે કાલાપાની સ્ટેશન એ કોઈપણ ટ્રેન પહોંચતા ત્યાં ટ્રેન થોડા ક્ષણો માટે થોભી ને આ વીર બહાદુર ટંટયા મામા ને શ્રધ્ધાજલી આપવામાં આવે છે.હાલમાં પણ તે ગામમાં લોકો ટંટયા મામા ની વીરતા ના કિસ્સા યાદ કરતા હોઈ છે, અને ત્યાના નવયુવાનો ને સંભળાવતા હોઈ છે.