એક સમયે આત્મહત્યા કરવાનુ વિચાર્યુ હતુ પરંતુ આજે 200 બાળકો ને સંભાળે છે ! પટેલ દિકરી ની સત્યકથા જાણી આંખ મા આસુ આવી જશે
જગતના માંથી મોટું કોઈ નથી! આ વાત તો આપણે સૌ કોઈ વારંવાર સાંભળીએ છીએ પરંતુ આજે અમે આપને એક એવી માં થી રુબરુ કરાવીશું, જે પોતાના દીકરાથી વિશેષ 200 બાળકોની યશોદારૂપી મા બનીને તેમની કાળજી લઈ રહી છે. ખાસ વાત એ કે, આ તમામ 200 બાળકો દિવ્યાંગ છે. ચાલો જાણીએ રાજકોટના પુજા પટેલની કરુણદાયી કહાની વિશે.
રાજકોટનાં રહેવાસી પૂજા પટેલ નામની યુવતીના લગ્ન 2004માં જયપુર રહેતા સુરેશભાઇ સાથે થયા હતાં. ભગવાનની કૃપાથી લગ્ન પછી તેમને ત્યાં વર્ષ 2010માં પુત્રનો જન્મ થયો હતો. ભગવાને દીકરો તો આપ્યો પણ એની સાથે એક મોટું દુઃખ પણ આપ્યું. છ મહિના પછીપુત્ર કોઇ રિસ્પોન્સ આપતો નહોતો અને રડ્યા કરતો. આથી ડોક્ટર પાસે લઇ જતા પુત્રને ઓટીઝમ હોવાનું જાણવા મળ્યું હતું.
એક જ પળમાં પૂજા ભાંગી પડી અને પુત્ર સાથે જ આત્મહત્યા કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ બાદમાં ડોક્ટરના એક ફોને તેની જિંદગી બદલી નાંખી અને પતિ સાથે રાજકોટ આવ્યાં. રાજકોટમાં પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન સંસ્થા સાથે જોડાયા. આજે આ સંસ્થામાં 200 દિવ્યાંગ બાળકોની હોંશે હોંશે જવાબદારી નિભાવી પૂજા પટેલ ‘યશોદા’ બની ગઇ છે.
પૂજા પટેલ જ્યારે જોડાઇ ત્યારે 4 થી 5 બાળકો આ સંસ્થામાં આવતા હતાં. અત્યારે 200 જેટલા માનસિક દિવ્યાંગ બાળકો છે. 200 દિવ્યાંગ બાળકોને પુજા ફ્રીમાં જ વિવિધ પ્રવૃતિ શીખવી રહી છે.પૂજા બાળકોને સંગીત-ચિત્ર વગેરે જેવી કળાઓની મદદથી તાલિમ આપું છું. અહીં અમે ડાઉ સિન્ડ્રોમ, સેરેબ્રલ પાલ્સી, મલ્ટીપલ ડિસેબિલિટી અને ઓટીઝમગ્રસ્ત બાળકોને તાલિમ બધ્ધ કરીએ છીએ.
પૂજાનાં જીવનમાં આ બદલાવ ત્યારે આવ્યો જ્યારે એક વખત વિદેશી ડોક્ટરોની એક ટીમ જયપુર આવી ત્યારે લ. વાસુને તપાસીને વિદેશી ડોક્ટરોએ જ્યારે પૂજાને સમજાવ્યું કે આ બાળક આજીવન આવુ જ રહેશે. ત્યારે પૂજા સાવ પડી ભાંગી હતી.આ જ કારણે પૂજા એ આત્મહત્યા કરવાનું વિચારેલ તેને પંખા સાથે એકને બદલે 2 ચૂંદડીઓ લટકાવી. એક પોતાના માટે અને બીજી દીકરા વાસુ માટે. પોતાની સાથે દિકરાના જીવનનો પણ અંત આણવાના ઇરાદા સાથે ગળામાં ચૂંદડીનો ગાળીયો નાંખે ત્યાં ડો.સીતારામનનો ફોન આવ્યો અને પૂજા એ ફોન ઉપાડેલ.
પૂજાનો અવાજ સાંભળીને ડોક્ટરે કહ્યું બેટા, તારે મરવું હોય તો મરજે મને કોઇ વાંધો નથી પણ એક વખત મને મળ. હું તને તારા દીકરાના સોગંદ આપુ છું મને મળવા અત્યારે જ દીકરાને સાથે લઇને મારા ઘરે આવ.’ પૂજા ડોકટરનાં ઘરે ગઈ ત્યારે ડોકટરે કહ્યું જે દીકરા માટે તું મરતી હતી એ દીકરો આજથી મારો અને તને આ જવાબદારીમાંથી મુક્ત કરુ છું.તારો આ દીકરો તારા જ કોઇ પૂર્વ જન્મના ફળરૂપે તારી પાસે આવ્યો છે. તારા કર્મફળથી તું કેટલા જન્મ ભાગતી રહીશ? પૂજાને આ વિચારે ચકરાવે ચડાવી. એણે રડવાનું બંધ કર્યુ અને દીકરાને અનહદ પ્રેમ આપીને ઉછેરવાનો સંકલ્પ કર્યો.