10 કરોડ મા વેંચાયો સીક્કો ! જાણો તમે પણ કઈ રીતે ખરીદી અને વેચી શકો આવા સીક્કા
દુનિયા મા અનેક લોકો એવા છે જે ઘણી જુની અને પુરાણી વસ્તુઓ નો શોખ ધરાવે છે અને ત્યારે બાદ તેની સાચી કીંમતતો ત્યારે જ થાય છે જ્યારે તેને ઓકશન મા મુકવામાં આવે છે દુનીયા મા અનેક એવા કિસ્સા ઓ સામે આવ્યા છે જેમા જુની વસ્તુઓ ની ઊંચી કીંમત અપાઈ હોય થોડા સમય પહેલા ગાંધીજી બાપુ ના ચશ્મા 2.25 કરોડ મા વેચાયા હતા જ્યારે કોઈ જુની ચમચી ની કીંમત પણ લાખો મા હતી.
જ્યારે ફરી એક વખત એવો એક કીસ્સો સામે આવ્યો છે જેમાં એક દુલર્ભ સિક્કો 10 કરોડ રૂપિયામાં વેચાયો છે. જયારે ખરેખર કોઈ જુની વસ્તુઓ કે સીક્કાઓ આપણી પાસે હોય તો રાતોરાત કિસ્મત ચમકી જતા વાર નથી લાગતી અને ખરીદવા વાળા લોકો લાખો મા તેની કીંમત ચુકવે છે.
એક અહેવાલમાં જણાવ્યા મુજબ 1 રૂપિયાના આ દુલર્ભ સિક્કાના 10 કરોડ રૂપિયા મળ્યા તેનું કારણ એવું છે કે આ સિક્કો બ્રિટિશ ઇન્ડિયાના સમયનો છે. આ સિક્કો 1885માં બન્યો હતો. તમારી પાસે પણ જો કોઇ એન્ટીક સિક્કા કે નોટ્સ હોય તો તમે પણ ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચી શકો છો.
આવા સિક્કાઓ ની ખરીદી અના વેંચાણ માટે ઓનલાઇન સાઈટો હોય છે પરંતુ તેની ખરાઈ જાતે કરવાની રહે છે કારણ કે ઘણી ફેક વેબસાઈટ પણ હોય શકે ત્યારે આવી વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ને સીક્કા ના ફોટોસ પાડી ને મુકવા ના હોય છે ત્યારે બાદ ઓક્શન મા તેની કીંમત મળશે.
તમારી જાણકારી ખાતર જણાવી દઇએ કે આવા પ્રકારની ડીલમાં RBIની કોઇ પણ પ્રકારની ભૂમિકા હોતી નથી. એમાં વેચનાર અને ખરીદનાર બનેંએ એકબીજા પર વિશ્વાસ રાખીને ડીલ કરવી પડે છે. RBI આવા પ્રકારના ખરીદ-વેચાણને પ્રોત્સાહન આપતું નથી.