દુનીયા ના સૌથી અમીર વ્યક્તિ મા ત્રીજુ નામ ધરાવતા ગૌતમ અદાણી એ કોલેજ પણ અધુરી મુકી લીધી હતી ! જાણો ક્યા ગામ ના છે અને કેવી રીતે…
હાલમાં દિવસે ને દિવસે ગુજરતીઓનું ગૌરવ ગણાતા એવા અદાણી ગ્રુપની સંપત્તિ અઢળક થઈ રહી છે. હાલમાં તેઓ ભારતના જ સૌથી મોટા ધનવાન છે નહિ પામ એશિયામાં તેઓ મોખરે છે. સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ તેમની સંપત્તિ વર્ષ 2020થી 2022ની વચ્ચે આશરે 14 ગણી વધી છે.આજે આપણે દેશના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીનાં જીવન વિશે જાણીશું
ઘણા ઓછા લોકો આ વાત જાણતાં હશે કે, દુનીયા ના સૌથી અમીર વ્યક્તિ મા ત્રીજુ નામ ધરાવતા ગૌતમ અદાણી એ કોલેજ પણ અધુરી મુકી લીધી હતી ! જાણો ક્યા ગામ ના છે અને કેવી રીતે.આ સફળતાની કહાની જાણીને તમેં પણ ગર્વ અનુભવશો. ચાલો જણાવીએ કે, આખરે ગૌતમ અદાણી કઇ રીતે એક સામાન્ય વ્યક્તિ માંથી અરબોપતિ બન્યા.
ગૌતમ અદાણીનો જન્મ ૨૪ જૂન ૧૯૬૨ના રોજ ગુજરાતમાં પિતા શાંતિલાલ અને માતા શાંતા અદાણીને ત્યાં જૈન પરિવારમાં થયો હતો. તેઓ ૭ ભાઈ-બહેન હતા અને તેમના માતા પિતા ઉત્તર ગુજરાતના થરાદથી અમદાવાદ આવીને વસ્યાં હતા.તેમનું પ્રાથમિક શિક્ષણ શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય, અમદાવાદ ખાતે થયું હતું. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં વાણિજ્ય વિષયમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ કોલેજના બીજા વર્ષ દરમિયાન જ અભ્યાસ અધૂરો છોડ્યો હતો. અદાણી વ્યાપાર માટે ઉત્સુક હતા પરંતુ તેમની રુચિ પિતાના કાપડ ઉદ્યોગમાં નહોતી.
આપણે ત્યાં એવું કહેવાય છે ને કે, દીકરો બાપની પેઢી જ સંભાળે પરતું ગૌતમ ને કંઈક અલગ કરવું હતું.અદાણી ૧૯૭૮માં કિશોરવયે મુંબઈમાં સ્થળાંતરીત થયા. ત્યાં તેઓ મહેન્દ્ર બ્રધર્સ નામની પેઢીમાં હીરા ઉદ્યોગના કામમાં જોડાયા. આ પેઢીમાં ૨-૩ વર્ષ કામ કર્યા બાદ ઝવેરી બજાર, મુંબઈમાં પોતાની એક હીરા બ્રોકરેજ પેઢી સ્થાપી૧૯૮૧માં તેમના મોટાભાઈ મનસુખભાઈ અદાણીએ અમદાવાદ ખાતે એક પ્લાસ્ટીક એકમની સ્થાપના કરી. તેના વ્યવસ્થાપનની જવાબદારી માટે તેઓ મુંબઈ છોડી અમદાવાદ પરત ફર્યા. પોલીવિનાઇલ ક્લોરાઈડની આયાતના આ ઉદ્યોગ સાહસે અદાણી માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારના દરવાજા ખોલી નાખ્યા.
૧૯૮૮માં તેમણે અદાણી એક્સપોર્ટ લિમિટેડની સ્થાપના કરી. જે હાલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ તરીકે ઓળખાય છે. મૂળ આ કંપની કૃષિ અને ઊર્જા પેદાશો સાથે સંકળાયેલી હતી.૧૯૯૫માં તેમણે સૌ પ્રથમ બંદરગાહની સ્થાપના કરી. હાલ આ કંપની દેશની સૌથી મોટી મલ્ટી પોર્ટ ઓપરેટર કંપની છે
મુંદ્રા એ દેશનું સૌથી મોટુ ખાનગી ક્ષેત્રનું બંદર છે. જેની ક્ષમતા પ્રતિ વર્ષ લગભગ ૨૧૦ મિલિયન ટન કાર્ગો સંભાળવાની છે. આજે આ કંપની ૭૦૫૦ હજાર ડોલરની કિંમત ધરાવે છે અને સૌથી ધનિકોની યાદીમાં મોખરે છે.