ગુજરાતી સુપર સ્ટાર હીતેન કુમાર આજે આવા દેખાય છે ! જાણો હાલ શુ કરે છે
ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર તરીકે ત્રણ અભિનેતાઓનું નામ મોખરે રહે છે, જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા અને હિતેન કુમારનું નામ ગુજરાતીઓના હૈયામાં વસેલું છે. આ ત્રણેય કલાકારોએ ગુજરાતી ફિલ્મો દર્શકોના હૈયામાં સમાવી દીધી હતી. આજે આપણે વાત કરીશું ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર ગણાતા હિતેન કુમાર વિશે. હિતેન કુમાર 90નાં દશક થી લઈને આજ સુધી ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલ છે. આજે તેઓ નવી પેઢી સાથે પણ એવી જ રીતે કામ કરી રહ્યા છે જે રીતે આજની ફિલ્મોમાં બદલાવ આવ્યો છે.
હિતેન કુમારનો જન્મ સુરત શહેરના તોરણ ગામમાં થયેલ. હિતેન કુમારના પિતા ઇશ્વરલાલ જગજીવન મહેતા નોકરી કરતા હતા અને હિતેનના પરિવારનો કોઈપણ સભ્ય અભિનયની કળા સાથે સંકડાયેલ ન હતો. કહેવાય છે ને કે જે કુદરત કળા આપી હોય તે સદાય નીરખી જ આવે છે. હિતેન કુમાર ડબલ ગ્રેજયુએટ કર્યું અને જો આજે તેઓ અભિનેતા ન બન્યા હોત તો એનિમલ ડૉક્ટર્સ હોત. આવું તેમને એક ઇન્ટવ્યૂમાં પણ જણાવેલ. વર્ષ 1989માં તેમને સોનલ મહેતા સાથે લગ્ન કર્યા તેઓ એક ડિઝાઇનર અને એસ્ટ્રોલજર છે. આજે હિતેન કુમારને ત્યાં એક દીકરો પણ છે અને સૌ સાથે મળીને વૈભવશાલી જીવન વિતાવી રહ્યા છે.
હવે તમને વિચાર આવે કે, હિતેન કુમાર અભિનેતા કંઈ રીતે બન્યા? કહેવાય છે ને કે, જ્યારે સિનેમા સુધી ન પહોંચી શકાતું ત્યારે રંગમંચ કલાકારો ને ઘડતું. રંગમંચ તેમને અનેક નાટકોમાં કામ કર્યું અને પોતાની અભિનયની કળાને વધુ વિકસાવી અને જ્યારે નસીબમાં કલાકાર બનવાનું લખ્યું જ હોય ત્યારે ગમે તેવા સજોગમાં તેનું પરિણામ સમય આવતા મળી જ જાય છે.આખરે ગુજરાતી સિનેમામાં પણ હિતેન કુમારે આગમન કર્યું પણ ખરા.
કહેવાય છે ને કે ઓળખાણ કે સફળતા સરળતા થી નથી મળતી પરતું શરૂઆત એવી કરો કે સફળતાનો માર્ગ આપમેળે મળી જાય. હિતેન કુમારે ગુજરાતી સિનેમામાં એક વિલેન તરીકે વર્ષ 1998માં ઊંચી મેડી ને ઉંચા મોલ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યું. આ ફિલ્મમાં નરેશ કનોડિયા અને રોમાં માણેક સાથે તેમણે અભિનય કરેલો. એ સનય દરમીયાન આ બંને ગુજરાતી સિનેમાની લોકપ્રિય જોડી હતી.
સમય એવો બદલાયો કે, ગુજરાતી સિનેમાના ભીષ્મપિતામહ ગણાતા ગોવિંદભાઇ પટેલ હિતેન કુમારને પોતાની આગામી ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ માટે મુખ્ય અભિનેતા તરીકે પસંદ કરેલ. આ ફિલ્મમાં તેમણે રોમા માણેક સાથે કામ કર્યું અને આ ફિલ્મેં ગુજરાતી સિનેમામાં ઇતિહાસ રચી દીધો. જે સમયમાં 10 થી 15 રૂપિયા ટીકીટ હતી ત્યારે આ ફિલ્મે 21 કરોડ રૂપિયાની કમાણી કરી. આ ફિલ્મ થી રાતોરાત હિતેન કુમાર સ્ટાર બની ગયા અને રામ અને રાધાની જોડી ગુજરાતીઓના હૈયામાં વસી ગઈ.
આ ફિલ્મ પછી હિતેન કુમારે ક્યારેય પાછળ ફરીને ને જોયું જ નથી. આંનદી ત્રિપાઠી સાથે મહિયરમાં મનડું નથી લાગતું ફિલ્મ પણ લોકોને એટલી જ પસંદ આવી હતી કે, આ ફિલ્મની સિકવલ 2008નાં બનાવવામાં આવી હતી. હિતેન કુમારે 100 થી વધારે ફિલ્મો આપી છે. એક સમય એવો આવ્યો જ્યારે તેમને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું અને આખરે તેમને ગુજરાતી ધારાવાહિક અભિલાષા સિરિયલ થી અભિનયની દુનિયામાં ફરી આગમન કર્યું અને ત્યાર પછી તેમણે ફરી સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું. હાલમાં તેઓ ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા છે.