EntertainmentGujarat

જાણો ક્યાં છે આ ભવ્ય મંદિર કે જેને બનાવવામાં સોનાનો ઉપયોગ થયો છે મંદિર બનાવવાનો ખર્ચ જાણી ચોકી જાસો..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ભારત ના લોકો ઘણા આસ્થાવાન છે ભારત માં અનેક ધર્મ અને સંપ્રદાય ના લોકો વસે છે કે જેઓ ભગવાન માં અતૂટ શ્રદ્ધા રાખે છે. આપણે સૌ ભગવાન ને માનીએ છિએ જ્યારે પણ હરખ કે દુઃખ નો સમય હોઈ તો આપણે સૌ પ્રથમ પ્રભુ ચરણ માં જ જઈએ છિએ. લોકો પોતાના કામ થાય તે માટે અલગ અલગ માનતાઓ પણ રાખે છે.

આપણે સૌ જાણીએ છિએ કે આ આખુ સંસાર ભગવાન ચલાવે છે અહીંના કણ કણ માં ભગવાન વસે છે છતા પણ આપણે એક ખાસ જગ્યાએ જઈને ભગવાન ને યાદ કરીએ છિએ કે જ્યાં સક્ષાત ભગવાન હોવાનું આપણે માનીએ છિએ આ જગ્યા ને મંદિર કહેવામાં આવે છે આપણે સૌ જાણીએ છિએ ભારત માં અનેક મંદિરો છે કેજે લોકોની આસ્થા નો પુરાવો આપે છે.


જો કે હાલમાં એક મંદિર કે જેનું પુનઃનિર્માંણ કરવામાં આવ્યું છે તે ઘણું ચર્ચામાં છે જેના વિશે આપણે અહીં વાત કરવાની છે આપણે અહીં તેલંગાણાના શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર વિશે વાત કરવાની છે કે જેને લઈને ભક્તો માં ઘણો કુતુહલ છે જણાવી દઈએ કે આ મંદિર હૈદરાબાદથી લગભગ 80 કિમી દૂર છે. આજે આ મંદિર નું પુનઃનિર્માણ કાર્ય પૂરું થયું છે અને તેને ટૂંક સમય માં ભાવિકો માટે ખોલવામાં આવશે.

જણાવી દઈએ કે હાલમાં મંદિર માં મોટા પાયા પર ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ કરવામાં આવી રહ્યા છે. જેમાં 100 એકડની યજ્ઞ વાટિકા બનાવવામાં આવી છે અહીં આશરે 1048 જેટલા યજ્ઞકુંડ છે. આ યજ્ઞમા અનેક પંડિતો હાજર રહેવાના છે. જણાવી દઈએ કે આ ખાસ સમયે અહીંના સીએમ કે ચંદ્રશેખર રાવ પણ હાજર રહેશે તેવું અનુમાન છે.

જો વાત આ મંદિર અને તેના પુનઃ નિર્માણ અંગે કરીએ તો જણાવી દઈએ કે પુનર્નિર્માણમાં 1800 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરનું પરિસર 14.5 એકડમાં ફેલાયેલું છે જ્યારે અહીં મંદિર ટાઉનશિપ યોજના આશરે 2500 એકડ જમીનમાં ફેલાયેલી છે.

જણાવી દઈએ કે મંદિર ના પુનઃ નિર્માણ માં સિમેન્ટ ના સ્થાને 2.5 લાખ ટન ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને પ્રકાશમ, આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યું છે. જ્યારે સૌથી વધુ ચર્ચામાં આ મંદિર નો પ્રવેશ દ્વારા છે. જો વાત પ્રવેશ દ્વાર અંગે કરીએ તો જણાવી દઈએ કે મંદિરના પ્રવેશ દ્વાર પીતળમાંથી બનાવવામાં આવ્યું છે, કે જેના પર સોનું જડવામાં આવ્યું છે. જણાવી દઈએ કે મંદિર ના વિશેષ દ્વાર જ 125 કિલોગ્રામ સોનું જડવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *