EntertainmentGujarat

નાની ઉંમરે લોકપ્રિય થયેલ હરિ ભરવાડ જુઓ આજે આવો લાગે છે! આજે પણ તેના ગુજરાતી ગીતો

ગુજરાતમાં આજે અનેક એવા કલાકારો છે, જેમણે આજે ઓળખવા પણ મુશ્કેલ છે. હા કારણ કે તેમની લોકપ્રિયતા ત્યારે હતી જ્યારે તેમને બાળ કલાકાર તરીકે ગુજરાતી સંગીત દુનિયા અને ફિલ્મોમાં કામ કર્યું હોય છે આજે આપણે એક એવા કલાકાર વિશે વાત કરવાની છે જેનેઆલ્બમ ‘હરિનો મારગ’ બનાવ્યો હતો,જેને લોકો દ્વારા ખૂબજ પસંદ કરવામાં આવ્યો હતો. આ આલ્બમમાં લગભગ ૭-૮ ભજનોનો સમાવેશ થાય છે. હરિ ભરવાડે એ લગભગ ૩૦ જેટલા આલ્બમ બહાર પાડ્યાં છે. ત્યારે આજે આપણે જાણીશું કંઈ રીતે હરિભરવાડ ગુજરાતનાં લોકપ્રિય કલાકાર બન્યા.

તમને જાણીને નવાઈ લાગશે કે તેમનો જન્મ જન્મ ૧૨ ઓગસ્ટ, ૧૯૯૫ ના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ કુકાભાઈ અને માતાનું નામ મનુબેન હતું. હરિ ભરવાડના મોટા ભાઈ શિક્ષક હતા. હરિ ભરવાડને તેના પરીવારમાં બાળપણમાં સૌથી વધુ સહાયક તેમના કાકા રહ્યા છે, કારણ કે તેના કાકા ને સંગીત અને ભજનો વિશે સારી એવી માહિતી હતી. હરિ ભરવાડ ના સૂરીલા અવાજને સાંભળી કાકાએ તેમને ભજન ગાતા શીખવ્યું હતું.

હરિ ભરવાડે તેમના વતન છપડીમાં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન પ્રાર્થના બોલાતી વખતે એક શિક્ષકે તેનો અવાજ સાંભળીને, તેને ભજન ગાવા માટેની પ્રેરણા આપી હતી અને ગીતો ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરી હતી. હરિ ભરવાડે સાત વર્ષની નાની વયે જ ગાવાનું શરૂ કરી દીધું હતું. હરિ મારગ આલ્બમ દ્વાફ ખૂબ જ લોકપ્રિયતા મેળવેલ.

વર્ષ ૨૦૦૯ માં તેઓએ એક ગુજરાતી ફિલ્મ ”સાસરે લીલા લેર છે” માં અભિનય કર્યો હતો, જેના માટે તેમને ટ્રાન્સ મિડિયા તરફથી પારિતોષિક મળ્યું હતું. વર્ષ ૨૦૧૧ માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે ખેડા જિલ્લા તરફથી તેમને પારિતોષિક મળ્યું હતું. આ ઉપરાંત તેમને વર્ષ ૨૦૧૪ માં ગુજરાત બેસ્ટ ચાઇલ્ડ સિંગર એવોર્ડ, દિલ્હી ખાતે મળ્યો હતો. હરિ ભરવાડે વિદેશમાં પણ અનેક કાર્યક્ર્મો ક્યાઁ છે. તમને જણાવીએ કે આજે પણ તેઓ અનેક આલ્બમો બનાવી ચુક્યા છે પરંતુ તેમને ઓળખવા મુશ્કેલ છે.આજે તેઓ સોશિયલ મીડિયા ખૂબ જ એકટિવ રહે છે અને વૈભવશાળી જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *