શું તમે ગુજરાતના આ ગામના અનોખા પાપડ ચાખ્યા જે સ્વાદમાં છે લાજવાબ જેની માંગ દેશ વિદેશમાં છે વર્ષે અધધ ડોલરોમાં થાય છે મોટી કમાણી…
મિત્રો કહેવાય છે કે મનુસ્યએ કુદરત નું સૌથી સુંદર રચના છે. તેની પાસે જે કળા આવડત અને બુદ્ધિ છે તે બીજા કોઈ પણ જીવ પાસે નથી. વ્યક્તિ જીવનમાં જે ધારે તે કરી શકે છે જો કે આ માટે યોગ્ય મહેનત વ્યક્તિ કરવાની રહે છે જીવનમાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી. તેમાં પણ જો વાત આપણા ગુજરાતીઓ અંગે કરીએ તો કહેવત છે કે ” પથ્થર ને પાટુ મારીને પાણી કાઢે તે ગુજરાતી ” જો કે આ કહેવત કોઈ ખોટી નથી. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણા ગુજરાતીઓ ફક્ત ભારત ના જ નહિ પરંતુ આખા વિશ્વના વિકાસમાં ઘણો મોટો ફાળો આપી રહ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાના મોટા ઉદ્યોગ પતિઓમાં અનેક ગુજરાતીઓ સ્થાન ધરાવે છે. ગુજરાતીઓ પોતે તો વિકાસ કરે જ છે પરંતુ પોતાની સાથે રહેલા લોકોને પણ અચૂક મદદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકોને વિદેશમાં જઈને નોકરી કરવી છે અને પૈસા કમાવવા છે ત્યારે ગુજરાતી નોકરી કરવાને બદલે ધંધો કરવાનું અને પૈસા કમાવવાનું વિચારે છે આપણે અહીં એક એવાજ ગામ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાના સ્વાદના આધારે આખા વિશ્વના બજાર પર સારી પકડ જમાવી છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં ભોજન ઘણું જરૂરી છે, તેવામાં ગુજરાતના આ ગમે લોકો ને ભોજન સાથે એક વિશિષ્ટ સ્વાદ મળે તેવા પાપડ બનાવ્યા છે. આપણે સૌ ભોજનમાં પાપડ ને ઉમેરીએ છીએ અને તેનું સેવન કરીએ છીએ. દરેક વ્યક્તિને પાપડનો સ્વાદ ઘણોજ પસંદ આવે છે તેવામાં આપણે અહીં એક એવા ગામ વિશે વાત કરવાની છે કે જેમના પાપડની માંગ દેશ વિદેશમાં જોવા મળે છે.
જણાવી દઈએ કે આપણે અહીં ગુજરાતના નડિયાદ શહેરથી 6 કિલો મીટર દૂર આવેલા ઉત્તરસંડા ગામ વિશે વાત કરવાની છે. કહેવાય છે કે ગામના નાના ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ દ્વારા લોકો સ્વરોજગારી મેળવી શકે છે પરંતુ આ ગામના લોકોએ આ તમામ વાતને ખોટી સાબિત કરીને પોતાના પાપડના ઉદ્યોગ ને સ્વરોજગારી થી વધીને વૈસ્વિક બનાવ્યો છે. જણાવી દઈએ કે ગામ ઘણું ખાસ છે કારણે આ ગામની વસ્તી 17 હજાર છે પરંતુ દરેક ઘરનો લગભગ 1 વ્યક્તિ તો વિદેશમાં જ રહે છે.
જણાવી દઈએ કે હાલમાં આ ગામમાં આશરે 22 નાના મોટા પાપડના ઉત્પાદકો છે. જણાવી દઈએ કે અહીં પાપડ ઉદ્યોગ ની શરૂઆત વર્ષ 1986 માં થઇ હતી જયારે ખેડાના ઉત્તરસંડા ગામની પાસે આવેલા વિસ્તારના એક રહેવાસી દિપક પટેલ પહેલી વખત પાપડ નું ઉત્પાદન શરુ કર્યું અને પોતાની બ્રાન્ડ ને ઉત્તમ એવું નામ આપ્યું. જો કે હાલમાં દિપક ભાઈ અને તેમના સંતાનો વિદેશમાં રહે છે માટે આ કારખાના નું સંચાલન ગામ કરમસદ ના જીતુ ભાઈ ત્રિવેદી કરે છે.
અહીં ફેકટરીઓ માં જાતે પાપડનું ઉત્પાદન થાય તેવા મશીનો પણ છે. અહીંના લોકોના જણાવ્યા અનુસાર ગામનું વાતાવરણ પાપડ માટે ઘઉં સારું છે, તેવામાં વાતાવરણ ના કારણે પાપડને સફેદ અને નરમ ઉપરાંત પાતળા અને સ્વાદિષ્ટ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. જાણીને નવાઈ લાગશે પરંતુ ગામમાં એક દિવસ માં 4 હજાર કિલોથી પણ વધુ ના પાપડનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. જેના ખરીદનાર દેશ વિદેશમાં ફેલાયેલા છે.
આ ઉપરાંત ગામમાં દિવાળીનો સમય ઘણો ખાસ માનવામાં આવે છે કારણકે અહીં દિવાળીના સમયમાં 70 કરોડથી પણ વધુ નો ધંધો થાય છે. જેમાં આ સમયગાળા માં આશરે 3 થી 6 ટન જેટલું મેથિઓ અને ચોળાફોળી બનાવવામાં આવે છે. જેનો ઓર્ડર બે મહિના પહેલા મળે છે. જો કે આ ફરસાણ ની વિશિષ્ટ વાત એ છે કે તેને આશરે 3 મહિના સુધી સાચવી શકાય છે.