EntertainmentGujarat

માત્ર 8500 રૂની નોકરી કરનાર વ્યક્તિએ આજે 500 કરોડની કંપની માલિક છે! આ રીત શરૂ કર્યું પુજારા….

ગુજરાતીઓ એટલે ધંધાદારી! કહેવાય છે ને કે, ગુજરાતી ધંધામાં ખૂબ જ સફળતા મેળવે છે. અથાગ પરીશ્રમ અને પોતાનામાં રહેલ આવડત દ્વારા સફળતા મેળવે છે. ત્યારે આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરવાની છે, જેઓ એક સમયે માત્ર 8500 રૂપિયામાં નોકરી કરતા હતા. આજે 500 કરોડ થી વધુ રૂપિયાનું ટર્ન ઓવર કરે છે. આજે ગુજરાત ભરમાં મોબાઈલ લેવાનું મનપસંદ સ્થાન એટલે પુજારા ટેલિકોમ સેન્ટર! આ પૂજારાની શરૂઆત કરનાર સફળ ઉદ્યોગપતિ યોગેશ પૂજારાની સફળતા વિશે આજે આપણે જાણીશું.

વર્ષ 1962માં રાજકોટનાં સામાન્ય પરિવારમાં યોગેશભાઈનો જન્મ થયો. યોગેશનાં પિતા લક્ષ્મીદાસભાઈ ગુજરાત વિદ્યુત બોર્ડમાં નોકરી કરતા. યોગેશે પુજારા રાજકોટની વિરાણી વિદ્યાલય અને ત્યારબાદ એચ.બી. કોટક ઈન્સ્ટિટયૂટમાં અભ્યાસ કર્યો. ભણતર પુરુ કર્યા બાદ ટેક્નિકલ જ્ઞાન સાથે યોગેશને BSNLમાં ટ્રાન્સમિટર આસિસ્ટંટ તરીકે નોકરી મળી. રાઉન્ડ ડાયલ અને પુશ બટન ફોનના જમાનામાં જસદણ ખાતે પ્રથમ પોસ્ટિંગ થઈ. એ સમય દરમિયાન ધોરાજી એક્સચેંજમાં આવેલ ખૂબ જ વિકટ ટેક્નિકલ ફોલ્ટને યોગેશે માત્ર 20 મિનીટમાં સોલ્વ કર્યો હતો.

BSNLમાં 8500 રૂપિયાના પગારની સરકારી નોકરી લાગ્યા પરતું તેમને સતત પોતાના માટે કંઈક કરવાની વિચારધારા હતી અને નોકરી છોડીને નાના બિઝનેસથી શરૂઆત કરી.જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો. દરજી અને સુથારના નિયમની જેમ ‘માપવું બે વાર, કાપવું એક જ વાર.કદાચ આવા નિયમ મુજબ જ યોગેશ પૂજારા આગળ વધ્યા છે.

ટેલીકોમ્યુનિકેશનનો સમય આવી રહ્યો હોવાનું સમજી યોગેશે BSNL ની નોકરીમાંથી રાજીનામું આપ્યું અને કંઈક અલગ કરવાનું વિચાર્યું. ત્યારબાદ યોગેશે મ્યુઝિકલ કિ-બોર્ડ, ઓર્ગન, કેલ્ક્યુલેટર વગેરેનું વેચાણ શરૂ કર્યું. આ સાથે તેઓ નવરાત્રીમાં હાર્મોનિયમ વગાડવાનું કામ પણ કરતા. આ સમય એમનાં માટે આર્થિક રીતે મુશ્કેલ હતો. નવરાત્રીમાં એન્ટ્રી પાસ માટેનાં પૈસા પણ નહતા એમનાં પરિવાર પાસે પણ તેઓ જરા પણ ગભરાયા નહીં અને મહેનત ચાલુ રાખી.

થોડા ઘણાં પૈસા ભેગા કરી રાજકોટમાં એક ઓફીસ લીધી અને મોબાઈલ માર્કેટમાં સ્કોપ જોઈને 2003માં પૂજારા ટેલિકોમની શરૂઆત કરી. યોગ્ય સર્વિસને કારણે ટૂંકા સમયમાં આખા રાજકોટમાં પૂજરા ટેલિકોમ પ્રખ્યાત થઈ ગયું. આખરે ઓછું ભણેલા અનેક ગુજરાતીઓએ બિઝનેસમાં સફળતા હાંસલ કરી છે. આજે રાજકોટની પૂજારા ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડના માલિક યોગેશ પૂજારાનું નામ આગવી હરોળમાં આવે છે.

એક સમયે નવરાત્રીમા ગરબે રમવા માટે એન્ટ્રી ફીના પૈસા ન ચૂકવી શકતા આ ગુજરાતી આજે 500 કરોડથી વધારેનું ટર્નઓવર કરે છે. બીએસએનએલમાં ટ્રાન્સમિટર આસિસ્ટન્ટની 8500 પગારની નોકરી છોડી બિઝનેસ શરૂ કરનાર યોગેશ પૂજારા આજે ગુજરાતમાં 150 સ્ટોર છે. આ સિવાય ભારત શહેરના અન્ય રાજ્યોમાં પણ પુજારા છે અને ખાસ વાત એ છે કે, માત્ર રાજકોટ શહેરમાં પુજારા ટેલિકોમની 10 ઓફીસ છે. 1000 કર્મચારીઓ પુજારા સાથે જોડાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *