હનુમાનજી તો વાળ બ્રહ્મચારી હતા તો દાદા ના પગ મા આ સ્ત્રી કોણ ??? જાણો આ સમગ્ર
આપણા હિન્દુ ધર્મ મા હનુમાનજી નુ સ્વરુપ ઘણુ વિશાળ છે અને ભકતો ની સંખ્યા પણ કરોડો મા છે. હનુમાનજી ની ઘણી ખાસ વાતો એવી છે જે હતી ભકતો જાણતા નથી એવી જ એક વાત હનુમાનજી ના ચરણો મા રહેલી મહિલા પણ છે તે કોણ છે ??? અને શા માટે તે દાદા ના પણ નીચે છે તે અમે તેમને જણાવીશું.
પૌરાણિક કથાઓ અનુસાર એક સમયે શનિદેવનો ક્રોધ ખૂબ વધી ગયો હતો. શનિદેવના ક્રોધને લીધે બધા લોકો ઘણાં દુખો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ભક્તોએ શનિદેવના ક્રોધથી બચવા હનુમાનજીને પ્રાર્થના કરી. ભક્તોની પ્રાર્થના સાંભળીને હનુમાનજી શનિદેવ ઉપર ગુસ્સે થયા અને તેમને શિક્ષા કરવાનો નિર્ણય કર્યો. જ્યારે શનિદેવને આ વાતની જાણ થઈ ત્યારે તે ડરી ગયા હનુમાનજીના ક્રોધથી બચવા માટે તેમણે વિચારવાનું શરૂ કર્યું.
દંતકથા અનુસાર, શનિદેવ જાણતા હતા કે હનુમાનજી એક બાળ બ્રહ્મચારી છે અને તેમણે મહિલાઓ પર હાથ ઉંઠાવયો નથી તેથી, હનુમાનજીના ક્રોધથી બચવા માટે, શનિદેવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને હનુમાનજીના ચરણોમાં પડ્યા અને માફી માંગવાનું શરૂ કર્યું અને ભક્તો ઉપરનો તેનો ક્રોધ પણ ઓછો થય ગયો. ત્યારથી શનિદેવની પૂજા હનુમાનજીના ચરણોમાં સ્ત્રીના રૂપમાં કરવામાં આવી હતી.
અને શ્રી કષ્ટઅંજન દેવ ની વાત કરીએ તો ગુજરાત ના બોટાદ જીલ્લા આવેલુ દાદા નુ મંદિર લાખો લોકો નુ આસ્થા નુ પ્રતીક છે અને દર મંગળવારે અને શનિવારે ત્યા ભકતો દર્શને આવે છે.