રાજકોટ બાજુ જાવ તો આ ખાસ ઐતિહાસીક જગ્યા ની મુલાકાત લેવાનું ના ભુલતા ! પ્રકૃતિ અને ઈતિહાસ જાણી…
હાલમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, રાજકોટ શહેરની નજીક ઐતિહાસીક જગ્યા ની મુલાકાત લેવાનું ના ભુલતા !360 વર્ષથી હરિયાળી વચ્ચે 1100 ફૂટની ઊંચાઇએ અડીખમ ઉભેલો હિંગોળગઢનો કિલ્લો શિમલાની ગ્રીન વેલીનો અનુભવ કરાવે છે. ચોમાસાની ઋતુમાં પ્રકૃત્તિની ચારેકોર લીલીછમ ચાદર પથરાય જાય છે અને હિંગોળગઢનો કિલ્લો વાદળો સાથે વાતું કરે છે. પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની સાથે હિંગોળગઢ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન છે.
આ ગઢ દરિયાની સપાટીથી 335 મીટર 1100 ફૂટ ઊંચો છે. ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.હિંગોળગઢની શોભા ચોમાસાની ઋતુમાં ખુબ જ અનોખી હોય છે. ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે.આ હિંગોળગઢની રચના યુદ્ધની દ્રષ્ટિએ અને વ્યુહાત્મક રીતે ઘણી ઉત્તમ છે.
સૌથી ખાસ વાત એ છે કે, હજુ સુધી તેની એક કાંકરી પણ ખરી નથી કિલ્લાનું બાંધકામ એવી રીતે કરવામાં આવેલું છે. વીંછીયાથી આવતા સામા દેખાતા રાજહેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે. ઝરૂખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખુબ જ સુંદર લાગે છે.હિંગોલગઢની રચનામાં બન્ને છેડે ગોળાકાર આકારમાં ગઢ બાંધવામાં આવ્યા છે. નૈઋત્ય ખુણાના કોઠારમાં હજુરની ઓફિસ રાખવામાં આવતી હતી.
હિંગોળગઢ જાણે યુરોપની ધરતીનો નમૂનો જ જોઇ લ્યો. આ ગઢને ફક્ત પશ્ચિમે જસદણ બાજુ એક જ દરવાજો છે. હિંગળાજ માતાનું પવિત્ર મંદિર આવેલ છે.આધ્યાત્મિકતાની અનુભૂતિ સાથે પ્રકૃતિ અને વન્યજીવોનો આનંદ માણી શકશો. હિંગોળગઢ રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકોમાં આવેલ છે.
આ જસદણ ગામથી વિંછીયા જવાના માર્ગમાં એક ઉચી ટેકરી પર કિલ્લો દેખાય છે. રાજકોટથી બોટાદ જતા માર્ગ પર 77 કિ.મી. જસદણથી 18 કિમી દૂર. અંતરમાં હિંગોળગઢ કિલ્લો આવેલો છે.