વડોદરાના મહારાણીની રસપ્રદ કહાની, બસમાં મુસાફરી, સામાન્ય વ્યક્તિની જેમ કરી છે નોકરી
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમય ભલે લોકશાહી ચાલી રહી છે પરતું આજે પણ એવા રાજાઓના વંશજો છે જેઓ સંપૂર્ણ જીવન વૈભવશાળી રિતે અને રાજ પરંપરા મુજબ જીવી રહ્યા છે. ત્યારે આજે અમે આપને એક એવા જ શાહી પરિવારની વાત કરીશું જેનું જીવન ખૂબ જ અલગ તરી આવે. એકદમ સામાન્ય નાગરિક ની જેમ પોતાનું જીવન પસાર કરે છે, ત્યારે ખરેખર આ મહારાણી વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.
આજે આપણે વાત કરી રહ્યા છે વાંકાનેરના શાહી પરિવારમાં જન્મેલા રાધિકારાજેના લગ્ન વડોદરાના મહારાજા સાથે કરેલ. રાધિકારાજેના પિતા વાંકાનેરના મહારાજકુમાર ડોક્ટર રંજીત સિંહજી છે. રંજીત સિંહજી આ શાહી પરિવારના પહેલા એવા વ્યક્તિ હતા જેઓ રાજવી કુટુંબનો ખિતાબ છોડીને આઈએએસ અધિકારી બન્યા હતા એવા જ પરિવારમાંથી આવતા રાધિકારાજે નું જીવન પણ ખૂબ જ સઘર્ષમય રીતે પસાર થયેલું છે.
એવું કહેવાય છે કે, રાધિકારાજેનો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો. મહારાણી રાધિકારાજે પોતાના જીવનના ખુબ જ સામાન્ય રીતે પસાર કરે છે. તેઓ ડીટીસી બસમાં શાળાએ જતા અને આ ગુણ તેમના માતા પાસે મળેલ હતો.બાળકોને આત્મનિર્ભર બનાવવામાં વિશ્વાસ ધરાવતા હતા.
રાધિકા રાજે એ શરૂઆતથી જ પગભેર થવાની ઈચ્છા હતી. ઈતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે નોકરી શોધવાની શરૂ કરી દીધી હતી. 20 વર્ષની ઉંમરમાં ઈન્ડિયન એક્સપ્રેસમાં લેખિકા તરીકે નોકરી મળી અને માસ્ટર ડિગ્રી પણ મેળવી. તેઓ પરિવારમાં પહેલી એવી મહિલા હતા જે બહાર નોકરી માટે જતી હતી.
રાધિકારાજેએ 3 વર્ષ સુધી એક પત્રકાર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમના માતા પિતાએ તેમના માટે વર શોધવાનું શરૂ કર્યું. રાધિકારાજે કહે છે કે વડોદરાના રાજકુમાર સમરજીતને મળ્યા અને તેમના થી આકર્ષાયા અને લગ્નકરવાનું વિચાર્યું કારણે કે તેમને કહ્યું હતું કે તેઓ લગ્ન પછી અભ્યાસ કરી શકે છે.
રાધિકારાજેનું લગ્ન કરીને અને વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં આવ્યા બાદ તેમને પોતાની અસલ ઓળખ મળી. વડોદરાના મહેલની દીવાલો પર રાજા રવિ વર્માના ચિત્રો લાગ્યા હતા. આ પેન્ટિંગ્સથી પ્રેરિત વણાટની જૂની ટેક્નિકને નવી કરવામાં આવે તો કેવું. આ પ્રકારે હું સ્થાનિક વણકરોને પણ સશક્ત બનાવી શકું તેમ હતી
સાસુ સાથે મળીને તેની શરૂઆત કરી જે ખુબ સફળ રહી. મુંબઈમાં અમારા પહેલા પ્રદર્શનમાં બધુ જ વેચાઈ ગયુંમહારાણી રાધિકારાજેએ લોકડાઉન દરમિયાન એ કારીગરોને પણ મદદ કરી જેમની કમાણીનું સાધન જતું રહ્યું અને કેટલાક મહિનાઓમાં અમે 700થી પણ વધુ પરિવારોની સહાયતા કરવામાં સક્ષમ રહ્યાં ખરેખર. વાત એ સત્ય છે કે તેઓ રાજા ઘરાણાનાં હોવા છતાં એક સામાન્ય વ્યક્તિની જેમ પોતાના રાજ ની કૂળ પરંપરા અને પોતાના આધુનિકતા વિચારોને સાથે જીવીને લોકોની સેવા કરીને પોતાનું જીવન પસાર કરે છે.