તારક મહેતા મા બતાવવા મા આવેલી ગોકુલધામ સોસાયટી કયાં આવેલી છે?? જાણો આ સીરીયલ ની આવી અજાણી વાતો
હાલમાં અનેક ટીવી સિરિયલો પ્રસારિત થાય છે,પરતું એક એવી સિરિયલ છે જેના જેવું વાતાવરણ, લોકો, સોસાયટીનું બિલ્ડીંગ વગેરે લોકો ઈચ્છે છે. ખરેખર છેલ્લા 13 વર્ષ થી તારક મહેતા સિરિયલ લોકોનું મનોરંજન કરી રહી છે. ત્યારે સૌ કોઈ ટીવીમાં બતાવવામાં આવતી સોસાયટી સૌ કોઈ ઈચ્છે છે. ખરેખર ટીવીમાં બતવાવવામાં આવતી સોસાયટી વાસ્તવમાં સોસાયટી છે જ નહીં!
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ સોસાયટીનું બિલ્ડીંગ ખૂબ જ આકર્ષક છે. સૌ કોઈ આવી સોસાયટીને રૂબરૂમાં જોવા ઇચ્છતા હશે. તમને જાણીને નવાઈ લાગશે કે, જ્યારે તમે રુબરુ આ સોસાયટીની મુલાકાત લેશો અને સોસાયટીને નિહાળશો ત્યારે તમારું હ્દય પણ કંપી ઉઠશે અને મગજમાં અનેક સવાલો આવશે કે, આવું કંઈ રીતે હોય શકે છે. આટલી સુંદર સોસાયટી અને હકીકતમાં આવી!
આપણે એ વાત તો જાણીએ છે કે, જ્યારે પણ કોઈ ફિલ્મ કે સિરિયલ નું શુટિંગ શરૂ થાય ત્યારે તેને અનુરૂપ લોકેશન અને સેટઅપ તૈયાર કરવામાં આવે છે. જેમાં ક્યારેક ખૂબ જ ખર્ચ કરીને ઓરિજનલ લાગે તેવા ઘર અને મહેલો તેમજ એરિયા બનાવવામાં આવે છે. એવા મુંબઈમાં અનેક સ્ટુડિયો આવેલા છે. જ્યાં અનેક સિરિયલોનાં શુટિંગ કરવામાં આવતા હોય છે. તારક મહેતાનું શુટિંગ ફિલ્મ સીટી સ્ટુડિયોમાં જ કરવામાં આવે છે.
તારક મહેત સિરિયલ મા બતાવવામા આવેલી ગોકુલધામ સોસાયટી શું વાસ્તવ મા છે કે તે ફક્ત એક શૂટિંગ માટે નું સેટઅપ છે? તમને શું લાગે છે ? ચાલો જાણીએ શુ છે વાસ્તવિક્તા. આપણે જાણીએ છે ત્યાં સુધીમાં આ સોસાયટીનું બે વખત નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમજ અંદરના દરેક સભ્યોના ઘરનું પણ રીનોવેશન કરવામાં આવેલ છે. ત્યારે આ જોઈને મનમાં અનેક વિચારો પણ આવે એ સ્વાભાવિક છે. ત્યારે તમને જણાવીએ કે આટલો ખર્ચો હકીકતમાં કરવામાં તો આવે છે પરતું નકલી વસ્તુઓમાં.
સીરિયલમા એક સોસાયટી બતાવવામા આવી છે જેનું નામ છે “ગોકુલધામ સોસાયટી” કે જયાં આ સીરીયલ ના તમામ પાત્રો વસવાટ કરે છે, પરંતુ શું તમને ખ્યાલ છે કે આ સોસાયટી ફક્ત શૂટિંગ માટે તૈયાર કરેલ એક સેટઅપ છે, તે વાસ્તવિક નથી. જે બિલ્ડીંગ છે તે વાસ્તવિકમાં એક તૈયાર કરેલ ખોખું છે. તેમાં નાં તો કોઈ રૂમો છે કે ના ક્લબ હાઉસ.માત્ર એક તૈયાર કરેલ સેટ અપ છે. સોસાયટીના દરેક સભ્યોના ઘરોના રૂમ, રસોડું, હોલ જેવા તૈયાર સેટઅપ પણ છે.ખરેખર આજોઈને તમને લાગશે કે જેવું હકીકતમાં દેખાઈ છે તે કંઈક અલગ છે.