એક સમય ની ફેમસ ગુજરાતી અભિનેત્રી ને આજે ઓળખવી મુશ્કેલ ! જાણો કોણ છે આ અભીનેત્રી અને હાલ શુ કરે…
ગુજરાતી સિનેમામાં અનેક અભિનેત્રીઓ રાજ કર્યું પરતું એક અભિનેત્રી એવી હતી જેને માત્ર એક ફિલ્મ દ્વારા રાતો રાત લોકપ્રિયતા મેળવી લીધી. કહેવાય છે ને કે, ગુજરાતી સિનેમામાં રોમા માણેક અને નરેશ કનોડિયા ની જોડી ખૂબ જ વખાણતી એવી જ રીતે હિતેન કુમાર સાથે આંનદી ત્રિપાઠીની જોડી દર્શકોમાં દિલો પર રાજ કરેલ. ખરેખર ક્યારેય સપનામાં પણ નહીં વિચારેલું હોય કે, અનંદી ત્રિપાઠી ગુજરાતી નથી. ચોંકી ગયા ને તમે? હવે બહુ ન વિચારો અમે આપને આંનદી ત્રિપાઠીના જીવન વિશે વાત કરીશું.
આંનદી ત્રિપાઠી હાલમાં ફરી એક વખત ગુજરાતી સિનેમા પૂનરાગમ કર્યું છે. આ વર્ષે જ રિલીઝ થયેલ તેમની ફિલ્મ હલકી ફુલકી દ્વારા તેમને લોકોનું હૈયું જીતી લીધું. ત્યારે ચાલો અમેં આપને જણાવીએ તેમના જીવન સાથે જોડાયેલ અવનવી વાતો વિશે. અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર આંનદી ત્રિપાઠી મૂળ ગુજરાતી નહિ પરંતુ ઇન્ડોરના વતની છે. તેમના પરિવારનાં કોઈપણ સભ્ય અભિનય સાથે સંકડાયેલ નથી.આંનદી ત્રીપાઠીએ મોડેલિંગ દ્વારા પોતાની કારકિર્દી ની શરૂઆત કરેલ.
મિસ ઇન્દોરમાં તે સિલેક્ટ થઈ જતા તેના જીવનમાં નવો વળાંક આવ્યો અને તેની મુલાકાત બી.આર ચોપરાના ભાઈ સાથે થઈ અને ત્યારબાદ તે મુંબઈ ગયા અને બસ પછી તો તેમને શરૂઆતમાં હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય કન્નડ ફિલ્મ કરી અને આ જ દરમીયાન તેમની મુલાકાત પપ્પુ દાદા સાથે થઈ અને એમને ગુજરાતી ફિલ્મનું ઓડિશન આપવાનું જણાવ્યું અને આખરે આંનદી ‘ મહિયરમાં મનડું નથી લાગતું ફિલ્મ માટે ” સિલેક્ટ થઈ. આ તેના જીવનની પહેલી ફિલ્મ હતી અને આખરે આ ફિલ્મમાં તેમને ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમાર સાથે કામ કરીને રાતો રાત લોકપ્રિય થઈને રતન નાં પાત્ર થી ઓળખ મળી.
આ ફિલ્મ પછી તો તેને ક્યારેય પાછળ ફરીને જોયું જ નહીં અને અનેક યાદગાર ગુજરાતી ફિલ્મો આપી. મહત્વની વાત એ છે કે, મહિયરમાં મનડું નથી લાગતું ભાગ 2 માં પણ રતને અભિનય કરેલ. કદાચ ગુજરાતી સિનેમાની આ પહેલી એવી ફિલ્મ હશે જેની સિકવલ બની હોય.
આ ફિલ્મો બાદ અચનાક આંનદી ત્રિપાઠી ગુજરાતી ફિલ્મોમાંથી વિદાય લઈ લીધી અને તેને ટેલિવુડમાં હિન્દી ધારાવાહિકોમ કામ કર્યું છે. આજે તે હવે ફરી ગુજરાતી ફિલ્મોમાં સર્કિય થઈ ગયેલ છે. મહત્વની વાત એ છે કે, હવે આંનદી ત્રિપાઠી પહેલા કરતા વધુ સુંદર થઈ ગઈ છે. તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે.