EntertainmentGujarat

જાણો એ નવાબ વિષે કે જેણે પોતાના કુતરા ના લગ્ન પાછળ કરોડો નો ખર્ચ કર્યો અને લાખો લોકો જમાડયા હતા.

આપણે સૌ આપણા કે આપણા પરિવાર ના લગ્ન ધૂમધામ અને જોરશોર થી કરીએ છીએ, પરંતુ એક નવાબ કે જેણે પોતાના ખાસ એવા કુતરા ના લગ્ન ધૂમધામ થી કર્યા હતા, અને નવાઈ ની વાત તો એ છે કે તેણે તેના કુતરા ના લગ્ન માં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો.

વાત કરીએ તો આપણા દેશમાં રાજા મહારાજા ની જીવનશૈલી ખુબજ નવાબ શાહી હોઈ છે, અને આપણા તમામ રાજા મહારાજા ઓના શોખ પણ ખુબ અજીબ તરહ ના હોઈ છે, ખાસ રાજા મહારાજા ઓને પ્રાણીઓ પ્રત્યે ખુબજ પ્રેમ હોઈ છે, તેવીજ એક જુનાગઢ ના નવાબ મહાબત ખાન ને કુતરા પાળવાનો ખુબજ શોખ હતો, આ નવાબ કુતરા ને વીજળી અને ફોનની સુવિધા જ્યાં હોઈ ત્યાં રાખતા હતા, અને કદાચ કોઈ કુતરા નું મૃત્યુ થાય તો તમામ વિધિ સાથે કરતા હતા.

ખાસ મહત્વની વાત કરીએ તો નવાબ પાસે 800 કુતરા પાળેતા હતા, તેમાંથી તેમનો ખુબજ લગાવ એક ફીમેલ કુતરા પર હતો, તેનું નામ રોશન હતું. નવાબે તે ફીમેલ કુતરા ના લગ્ન બોબી નામના કુતરી સાથે કરાવ્યા હતા, અને મહત્વની વાત તો એ છે, કે આ કુતરા ના લગ્ન માં ૧.૫ લાખ થી વધુ મહેમાનો નો જમણવાર કરવામાં આવ્યો હતો. અને નવાબ એ આ કુતરા ના લગ્નમાં ૨ કરોડ રૂપિયા નો ખર્ચો કર્યો હતો.

આ લગ્નમાં નવાબે ભારતના તમામ રાજા મહારાજાઓ અને અમીરો ને નિમંત્રણ આપ્યું હતું. નવાબે આ લગ્ન ના ફોટા પણ ક્લિક કરાવ્યા હતા, અને ફિલ્મ પણ બનાવડાવી હતી, અને ત્યારે તેમણે એક એલાન કર્યું હતું. કે તેઓ હજી 100 કુતરાઓ પાળશે. પરંતુ થયું એવું કે જુનાગઢ માં જનમત સંગ્રહ થયો અને ત્યાના લોકો ભારત માં રહેવાની નાં પાડતા હતા, તેથી નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *