વિદેશમા લાખો રુપીયાની નોકરી છોડી બની ભારત મા IPS , હવે બનાસકાંઠા ના થરાદ મા..
આજના દરેક યુવાન અને યુવતીઓ નુ સપનું હોય છે કે સારી નોકરી અને શિક્ષણ માટે વિદેશ મા જાય અને પછી ત્યાં જ સેટલ થય જાય પરંતુ ઘણા યુવાન અને યુવતીઓ એવા પણ હોય છે જે સારા પગાર ને જાતો કરી ને દેશ સેવા મા જોડાય છે. આજે એવી એક યુવતી ની વાત કરવા જઈ રહ્યા છીએ જે વિદેશ ની નોકરી છોડી ને ભારત મા આઈપીએસ બની છે
આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ એનુ નામ પુંજા યાદવ છે જે જર્મની મા નોકરી કરતી હતી. પુજા યાદવ ની વાત કરીએ તો તેવો મુળ હરીયાણા ની છે અને તે જર્મની મા નોકરી કરતી હતી પરંતુ તે નોકરી છોડી યુપીએસસી ની તૈયારી કરવા લાગી અને હાલ આઈપીએસ બની ગઈ છે જેનું પોસ્ટીંગ હાલ ગુજરાત મા થયુ છે.
આપને જણાવી દઈએ કે 20 સપ્ટેમ્બર 1988 ના રોજ જન્મેલી પૂજા યાદવનું બાળપણ હરિયાણામાં વિત્યું હતું. પૂજા યાદવે ગોધરાના એસપી ડો.લીના પાટીલ હેઠળ તેમની તાલીમ પૂર્ણ કરી. તાલીમ પછી, તેમણે સપ્ટેમ્બર 2020 માં ગુજરાતના થરાદ, બનાસકાંઠા જિલ્લામાં ASP તરીકે પ્રથમ પોસ્ટિંગ મેળવ્યું. થરાદમાં નિમણૂક પામનાર તેઓ પ્રથમ મહિલા IPS અધિકારી છે.
પુજા ના ઘર ની આર્થીક પરિસ્થિતિ બરોબર નહોતી અને ભારત મા નોકરીના અવસર ઓછા હોવાથી એ વિદેશ ગઈ હતી.પૂજા કહે છે કે જ્યારે તે જર્મનીમાં કામ કરતી હતી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે જર્મનીના વિકાસમાં યોગદાન આપી રહી છે જ્યારે તે દેશ માટે કંઈક કરવા માંગતી હતી. આવી સ્થિતિમાં નોકરી છોડીને ભારત આવ્યા અને યુપીએસસીની તૈયારી શરૂ કરી.
વિદેશથી પરત ફર્યા બાદ તે પહેલી વખત UPSC ની પરીક્ષામાં નાપાસ થઈ હતી, પરંતુ તેણે હિંમત ન હારી અને વર્ષ 2018 માં પૂજાનું સપનું પૂરું થયું. પૂજા યાદવ તેના બીજા પ્રયાસમાં IPS બની.