EntertainmentGujarat

એક સમયે 10 રૂપિયામાં પ્રોગમ કરેલ અને આજે ધીરુભાઇ સરવૈયાને મળે છે આટલા પૈસા છતાંય સાધારણ જીવન…

ગુજરાતની રંગભૂમિમાં અનેક અભિનેતા અને કલાકારો છે,એમાં પણ ભાગ્યે જ કોઈ એવા કલાકાર છે જેઓ ખૂબ જ લોકપ્રિય હોવા છતાંય પણ સામાન્ય જીવન જીવી રહ્યા છે. આ વાત કોઈ સામાન્ય નથી.લોકપ્રિયતા મેળવી એ સૌથી મોટી વાત છે.કલા તો દરેક વ્યક્તિ પાસે હોય છે પણ કોઈનું દિલ જીતવું સહેલુ નથી. આજે અમે આપને જણાવીશું ગુજરાતનાં હાસ્યકલાકર ધીરુભાઇ સરવૈયા વિશે.


ધીરુભાઇ સરવૈયાને તો સૌ કોઈ ઓળખે છે, પરંતુ તેમના અંગત જીવન વિશે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે. અમે આજે આપણે ધીરુભાઇ સરવૈયા વિશે માહિતગાર કરીશું.તમને જાણીને નવાઈ લાગશે કે, હાસ્ય કાર્યક્રમ ઉપરાંત ગામડે ખેતી કરે છે ધીરૂભાઈ. ધીરુભાઇ પરિવારમાંપિતા, પત્ની ઉપરાંત પરિણીત પુત્રદિલીપ અને પુત્રી છે.નાના એવા ખીરસરા ગામમાં ગામઠી જીવનશૈલીમા જીવે છે ધીરૂભાઈનો આખો પરિવાર.લોધીકા તાલુકાના ખીરસરા ગામે 3BHK ઘરમાં રહે છે.

ઘરથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે ફાર્મ, અહીં પણ બનાવ્યુ છે પાકું મકાન તેમજ તેઓ કાર્યક્રમ ઉપરાંતના સમયમાં નાના ટ્રેક્ટર દ્વારા પોતાના ફાર્મમાં ખેતી કરે છે.ધીરૂભાઈએ ખીરસરા ગામની પ્રાથમિક શાળામાં કર્યો છે ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને વારસામાં મળેલા સંગીતના લીધે ધીરૂભાઈપણ નાનપણથી દુહા-છંદ અને ભજનગાતા અને સમય જતાં તેઓ હાસ્યકલાકાર બન્યા.


આજે આપણે સૌ કોઈ હાસ્ય કલાકાર તરીકે ઓળખીએ છીએ પણ શરૂઆતમાં તેમને અનેક સંઘર્ષ કરેલ.માલવિયા કોલેજમાં ધીરૂભાઈને કાર્યક્રમ માટે પહેલી વાર મળ્યા હતા10 રૂપિયા અને દૈનિક 15 રૂપિયાના પગારે આરકેફોર્જિંગપ્લાન્ટમાં ધીરૂભાઈએ કરી છ વર્ષ નોકરી કરી.માત્ર 18 વર્ષની ઉંમરે હાસ્ય-લોકવાર્તા પર સ્ટેજ પ્રોગ્રામ આપતા થયા ધીરૂભાઈ સરવૈયા અને હેમંત ચૌહાણ સાથે પહેલીવાર 1994માં અમેરિકામાં આપ્યો હાસ્યનો કાર્યક્રમ

સૌથી ખાસ એ કે તેઓ ઈંગ્લેન્ડ, દુબઈ, સિંગાપોર સહિતના દેશોમાં 40થી વધારે કાર્યક્રમ આપી ચૂક્યા છે. છેલ્લા 31 વર્ષમાં 50થી વધુ આલ્બમ આપનાર ધીરૂભાઈ મહિનામાં આપે છે12-15કાર્યક્રમ. તેઓ લોક સેવામાં કાર્યરત છે. વીધાર્થીઓ તેમજ સેવાકીય કાર્યો માટેના કાર્યક્રમમાં ફ્રી પ્રોગ્રામ આપે છે.એક સમયે માત્ર 10 રૂપિયા થી શરૂઆત કરી હતી અને આજે તેઓ કાર્યક્રમ માટે 60 હજારથી માંડીને 1.50 લાખ સુધી ફીવસૂલકરે છે.ખરેખર તેમનું જીવન છતાંય સાધારણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *