અમદાવાદના પટેલ યુવાને પેટ્રોલ થી છુટકારો મેળવવા બનાવી અનોખી કીટ! આ રીતે તમારો પેટ્રોલનો ખર્ચ 90% ઘટશે..
આપણે જાણીએ છે કે, હાલમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યાં છે, ત્યારે ઇલેક્ટ્રિક વાહનોનું પ્રમાણ વધ્યું છે, ત્યારે હાલમાં જ વિપુલ પટેલ નામના યુવાને અનોખી ઇલેક્ટ્રિક કીટ બનાવી જેનાથી તમારો પેટ્રોલનો 90 % ખર્ચ ઘટી જશે.જો તમારી પાસે ઇંધણથી ચાલતું વાહન હોય તો તે પણ હવે ઇલેક્ટ્રિક વાહનની જેમ બેટરીથી ચલાવી શકશે.
અમદાવાદના વિપુલ પટેલે રેટ્રોફિટ ઇલેક્ટ્રિક કીટ બનાવી છે જે કોઈ પણ ટુ-વ્હીલરમાં લાગી જશે અને ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનની જેમ ચાલશે. આ કિટની કિંમત રૂ.42000 છે અને ખાસ વાત એ છે કે, યુવાને રેટ્રો ફિટ ઇલેક્ટ્રિક કીટ માટે IPR(ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ)માં પેટન્ટ પણ કરાવી દીધી છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિ માં આ મોડેલને લઈને વિપુલ પટેલે અરજી કરી હતી.
યુવાનની આ અનોખી શોધના લીધે તેને 10 દિવસમાં આ મોડેલ માટે મંજૂરી મળી ગઈ હતી. સરકાર તરફથી ફંડ પણ પણ મળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીએ મેનેજમેન્ટ, રાઇટ્સ, મેન્યુફેક્ચરિંગ સહિતમાં મદદ કરી હતી. શરૂઆતમાં 4 લાખની ગ્રાન્ટ પણ મળી ગઈ છે અને બીજી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે જે ટૂંક સમયમાં મળી જશે. અત્યારે આ કીટનું ઓનલાઇન પ્રિ-બુકીંગ થઈ રહ્યું છે. જો તમે પણ આ કીટ લેવા માગતા હોય તો હાલમાં જ આ કીટનું બુકિંગ કરાવી શકો છો
ખાસ વાત એ છે કે, તમે www.wheelectric.in નામની વેબસાઈટ પર આ કીટ અંગેની તમામ માહિતી અને બુકીંગની વિગતો મુકવામાં આવી છે. આ વેબસાઈટ પરથી અત્યારે બુક કરાવી શકાશે. આ ઇલેક્ટ્રિક કિટનાં અમે આપને ફાયદા જણાવીએ તો. બાઇક સહીતનાં વાહનોમાં લગાવી શકાશે અને બેટરીનો ચાર્જીગનો સમય 2 કલાક લાગશે અને 80 કિમિ સુધી ચાલી શકશે. બેટરી પુરી થાય તો વહાન પેટ્રોલ પર ચાલશે.
કીટ લગાવ્યા પછી 3 વર્ષની વોરંટી મળશે અને અને જેટલા કિમિ પેટ્રોલ પર ચાલશે એટલી જ બેટરી ફરી ચાર્જ થઈ જશે.
કીટ વાહનના ટાયરમાં અને બેટરી અન્ય જગ્યા એ લગાવશે.
આ કિટની કિંમત રૂ.42000 છે અને ખાસ વાતે કે આ કીટ લગાવશો તો 90 % તમારો પેટ્રોલનો ખર્ચ આપોઆપ ઘટી જશે.