બસ કન્ડેક્ટર ની દીકરીએ પોતાની માનું અપમાન થતા આ કોચિંગ વગર IPS બની! આજે તેનું નામ સાંભળતા…
જીવનમાં દીકરા જ પરિવારનું નામ રોશન કરે એવું જરૂરી નથી. આજના સમયમાં દીકરા થી વિશેષ દીકરીઓ પરિવાર અને દેશનું ગૌરવ વધારી રહી છે. આજે અમે આપને એમ એવી દીકરી વિશે વાત કરીશું જેને પોતાની મા નાં અપમાન ન લીધે આઈ.પી.એસ અધિકારી બનવાનું વિચાર્યું અને આ સંકલ્પ પૂરો કર્યો એ પણ કોચિંગ વગર . હવે વિચાર કરો કવ એક બસ કંડકરટર ની દીકરી આ હોદ્દા પર પુગી.
વાત જાણે એમ હતી કે, શાલિની અગ્નિહોત્રી માતા બસ કંડકટર હતી અને તે તેની માતા સાથે બસમાં બેઠી હતી. શાલિની નિરાંતે બેઠી હતી પણ તેની માતાને મુશ્કેલી સાથે આખી રીતે મુસાફરી કરવી પડી હતી. બન્યું એવું કે જ્યાં શાલિનીની માતા બેઠી હતી તેની પાછળ એક માણસે પોતાનો હાથ રાખ્યો હતો, જેના કારણે શાલિનીની માતા અસ્વસ્થતા અનુભવી રહી હતી. માતાનું અપમાન કરતાં, તે માણસે કહ્યું હતું કે તમે ક્યાંક ડીસી છો, કે હું તમારી વાત માનું. આ ઘટના પછી, શાલિની અગ્નિહોત્રીએ નક્કી કર્યું હતું કે તે મોટી થશે ત્યારે ચોક્કસપણે અધિકારી બનશે.
આજે હિમાચલ પ્રદેશના ઉનાના નાના ગામ થથલની શાલિની અગ્નિહોત્રી આજે આઈપીએસ શાલિનીની ઓળખ એવી છે કે ગુનેગારો તેના નામથી થર થર કાંપે છે. અગ્નિહોત્રીને તેમની કાબેલિયત માટે પ્રધાનમંત્રીનું પ્રતિષ્ઠિત બેટન અને ગૃહમંત્રીની રિવોલ્વર પણ આપવામાં આવી છે. તાલીમ દરમિયાન, તેણે શ્રેષ્ઠ તાલીમાર્થી પુરસ્કાર જીત્યો અને રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યો. કુલ્લુમાં પોસ્ટિંગ દરમિયાન, શાલિનીએ ડ્રગ ડીલરો સામે આવું અભિયાન શરૂ કર્યું કે તે રાતોરાત પ્રસિદ્ધિમાં આવી ગઇ હતી.
એક ઈન્ટરવ્યુમાં વાત કરતા શાલિની કહે છે કે તેની સફળતામાં તેના માતા -પિતાનો મોટો સહયોગ છે. શાલિની કહે છે કે તેને ક્યારેય કોઈ પણ વસ્તુ માટે કોઈ પ્રતિબંધ સહન કરવો પડ્યો નથી..કોલેજ પછી શાલિની યુપીએસસીની તૈયારી કરતી હતી. તેણે કોચિંગ લીધું ન હતું, ન તો તે કોઈ મોટા શહેરમાં ગઈ હતી. શાલિનીએ મે 2011 માં પરીક્ષા આપી હતી અને તેને 285 મા રેન્ક સાથે ક્લીયર કરી હતી. તેણે ઇંડિયન પોલીસ સર્વિસ પસંદ કરી અને બાદમાં એક કડક પોલીસ અધિકારી બનીને પોતાનું સપનું પૂરું કર્યું અને દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું.