શાકભાજી વેચનાર યુવતી જજ બની! પરીક્ષા ફોર્મ ફરવાના 500 રૂ નોહતા ત્યારે તેને એવું કામ કર્યું કે….
સમાજમાં દિકરીઓનું મહત્વ આજે પણ ઓછું છે, તેનું કારણ માત્ર એક જ છે કે દીકરો જ માટે વંશને આગળ વધારી શકે. આજના સમયમાં હવે દીકરીઓ દીકરા કરતા આગળ વધી ગઈ છે. હાલમાં જ એક અનોખો અને પ્રેરણારૂપ સમાન કિસ્સો બન્યો છે. શાકભાજી વેચનાર છોકરી આજે સિવિલ કોર્ટમાં જજ બની ગઈ છે. આ વાત સાંભળવવામાં આશ્ચર્ય જનક લાગે પરતું ખરેખર આ સત્ય છે.
આ ઉત્તમ ઘટનાં બની છે ઇન્દોર શહેરની. જ્યાં મુસાખેડીમાં રેહતી 25 વર્ષીય અંકિતા નાગરે SC કવોટામાં 5માં ક્રમાંકે આવીને ઝળહળતી સફળતા મેળવી છે. આ યુવતીની આર્થીક પરિસ્થિતિ નબળી હતી પરંતુ અથાગ પરિશ્રમ દ્વારા શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું. આ યુવતી પોતાના માતા પિતા સાથે ઘણીવાર શાકભાજીની લારીએ ઉભા રહીને શાક વેચતી.
અંકિતા નાગર ને પ પરીક્ષાના ફોર્મ ભરાવના પૈસા પણ ઘટતા હતા. તેની પાસે માત્ર 500 રૂપિયા હતા અને પરીક્ષાના ફોર્મની ફી 800 રૂપિયા હતી જે પૈસા ઘટતા હતા તે તેણીની માતાએ એક દિવસ હાથલારી પર ફરીને શાકભાજી વેચીને અંકિતાને ફી પૂરી કરવામાં મદદ કરી હતી. જ્યારે આજે અંકિતના સિવિલ જજ બની ગઈ છે, ત્યારે તેમના પરિવારજનો પણ ખુશ થઈ ગયા છે.
અંકિતા નાગર મીડિયામાં જણાવ્યુ હતું કે, જન્મતાની સાથે જ જીવન સંઘર્ષમય રહ્યું છે અને તે દરેક પરિસ્થિતિમાંથી પસાર થઈ છે. જ્યારથી સમજણ આવવાની શરૂઆત થઇ ત્યારથીજ તેઓએ જોયું કે માતા પિતાએ ગુજરાન ચલાવવા માટે શાકભાજીની લારીઓ ગોઠવી અને આ શાકભાજીની લારી પર મેં પણ શાક વેચ્યું છે પણ મેં મારી મહેનત ક્યારેય નથી છોડી જેનું આજે પરિણામ મારી સામે છે.
અંકિતા નાગર સમાજની દરેક દીકરીઓ માટે જીવનમાં એક શ્રેષ્ઠ ઉદાહરણ સમાન છે. જીવનની કોઈપણ પરિસ્થિતિમાં તમે તમારૂ સપનું પુરૂ કરી શકો છો. બસ તમારામાં આત્મવિશ્વાસ અને મહેનત કરવાની ક્ષમતા હોય.