EntertainmentGujarat

સૌરાષ્ટ્રના મહાન સંત જેને,પોતાની ટેક ખાતર ધર્મપત્નીને દાનમાં આપી દીધેલ! પછી જે ચમત્કાર થયો એની અનુભૂતિ આજે પણ અહીંયા…

સૌરાષ્ટ્રની ભુમી ભગવાન અને સંતો મહાપુરુષોનાં ચરણારવિંદ થી પવિત્ર થયેલ છે. ત્યારે આજે આપણે એક એવી પાવનકારી જગ્યા વિશે જાણીશું જ્યાં અનેક વર્ષો થી નિરંતર સદાવ્રત ચાલું છે. જ્યાં સ્વયં ભગવાન પણ કસોટી લેવા પધાર્યા હતા.આ પવિત્ર ધામ એટલે વીરપુર. જે જલારામ બાપાનું ધામ છે. 14 મી નવેમ્બર અને કારતક મહિનાની સાતમનો દિવસ એટલે સંત જલારામ બાપાનો પ્રાગટ્ય દિવસ. એક સામાન્ય વ્યક્તિ થી લઈને મહાન સંત બનાવની આપણે સફર જાણીશું.સંત શ્રી જલારામ બાપા નાની ઉંમરે જ એટલે કે જ્યારથી બોલતાં થયા અને સમજતા થયા ત્યારથી બસ એક જ રામ નામના મંત્રનું રટણ કરતા.

જલારામ બાપા રમવાની ઉંમરે પણ ભગવાનના મંત્ર જાપનું જ રટણ કરતા. જલારામ બાપાના માતાનું નામ રાજબાઈ હતું. તેમના પિતા મોટા વેપારી હતા. જલારામ બાપાના પિતાની દુકાન હતી. એટલે હિસાબ-કિતાબમાં વાંધો ના આવે એટલે જલારામ બાપાને નિશાળે ભણવા બેસાડેલા. પરંતુ જન્મથી જ તેમનો જીવ ભગવાનમાં ગૂંચવાયેલો હતો એટલે બાપાનું મન ભણવામાં જરાયે ના લાગતું. તેઓ તો બસ ભગવાનની ભક્તિમાં તલ્લીન રહેતા.જલારામ બાપાને જનોઈ આપી તેવા તરત જ તેમને વેપારમાં બેસાડી દીધા હતા. બાપા તો સાધુ સંતો સાથે સત્સંગ કરીને ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવડાવે. એ જ એમનો ધર્મ. જેથી એમના પિતાને ચિંતા થવા લાગી એટલે બાપાના વીરબાઈ સાથે લગ્ન કરાવી દીધા.

બાપા તો લગ્ન પછી પણ ધર્મમાં જ રચ્યા પચ્યા રહેતા હતા. બસ સેવા કરવી એ જ એમનો પરમ ધર્મ. બાપાની ભક્તિ જોઈને વીરબાઈ પણ ભક્તિના રસ્તે વળી ગયા. પતિની ખુશી ધર્મ સેવા કરવાનો છે તેથી તેઓ પણ પોતાની ફરજ સમજીને સાધુ સંતોની સેવા કરતા અને ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પાતા.જલારામ બાપાને તેમના પિતાએ કહ્યું કે ભક્તિ કરવી જ હોય તો તું ઘરે જ કોઈ ભૂખ્યા સાધુ સંતને જમાડ દીકરા. પણ ઘરનો ધંધો ખોટમાં ઉતારીને આમ ભક્તિ ન કરાય. બાપાને પોતાના પિતાની વાત મનમાં ઉતરી ગઇ અને બાપાએ ઘરે સદાવ્રત ચાલુ કરી દીધું. વિરબાઈ રાંધે અને ભૂખ્યાને અન્ન જમાડે.એક દિવસ જલારામ બાપાની ભક્તિ જોઈને ખુદ ભગવાનને પણ જલારામ બાપાની પરીક્ષા કરવાનું મન થયું.

ભગવાન ઘરડા સાધુના વેશમાં આવ્યા અને જલારામ બાપને કહ્યું કે મારે તો જમવું નથી. હું ભૂખ્યો નથી પણ હું ઘરડો છુ મારી સેવા કરવા વાળું કોઈ નથી. મારી સેવા કરવા માટે મારે તો તારી બાઈ એટલે પત્ની જોઈએ છે. બાપા કાંઈ જવાબ આપે તે પહેલાં વીરબાઇ આ સાંભળી ગયા અને સંત સાથે ચાલવા લાગ્યા.ભગવાને જલારામ બાપાની કઠોર પરીક્ષા લીધી પણ તેમાં પણ બન્ને પતિ પત્ની સફળ થયા. સાધુ વીરબાઈને લઈને થોડા આગળ ગયા અને પછી ગાયબ થઇ ગયા. વિરબાઈને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાધારણ સાધુ નહીં પણ સ્વયં ભગવાન જ હતા અને પ્રસાદી રૂપે લાકડી અને ઝોળી આપી હતી જે આજે પણ મંદિરનાં દર્શનાથીઓને જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *