અમદાવાદ ની નજીક આવેલી આ જગ્યા ની એક વખત ખાસ મુલાકાત લ્યો! એટલી સુંદર કલા જોવા મળશે કે તાજ મહેલ ભુલી જશો
ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાનાં ભાગરૂપે
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે આ ખુશીના અવસરે મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો હતો જેમાં સરકારે 5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યૂઝિયમ તથા ઐતિહાસિક સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરવાની જાહેરાત કરી હતી. 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે. એટલે કે લોકો 10 દિવસ દેશના તમામ સ્મારકો મફતમાં જોઈ શકશે.
ગુજરાતની હેરિટેજ સાઈટમાંસૌથી લોકપ્રિય ગણાતી પાટણની પ્રસિદ્ધ અને વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવમાં પણ પર્યટકો 10 દિવસ માટે કોઈ પ્રવેશ ફી વિના એન્ટ્રી મેળવી શકે છે.
અમદાવાદથી 125 કિલોમીટર દૂર પાટણ શહેર આવે છે જ્યાં આ વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવ આવેલ છે. રાણકી વાવ નો ઇતિહાસ 900 વર્ષથી પણ વધુ જૂનો છે એટલા માટે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં મુલાકાતે આવે છે. વર્ષ 2014માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરી હતી.
સરસ્વતી નદીના કિનારે આવેલી આ વાવ ગુજરાતના સોલંકી યુગની ભેટ છે. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી તેનો પુત્ર ભીમદેવ પહેલો ભીમદેવ પહેલાનો પુત્ર કર્ણદેવ અને કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહ જેમના સમયમાં સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરી ભીમદેવ પહેલાએ મોઢેરામાં સૂર્યમંદિર બંધાવ્યું જ્યારે તેની રાણી ઉદયમતીએ જે વાવ બંધાવી તે રાણકી વાવ અથવા રાણી ની વાવ તરીકે જાણીતી થઈ હતી.
ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા 1968માં પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં આ રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કાઢી હતી. રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. આવા ઇતિહાસ માટે જ રાણકી વાવપ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે.