EntertainmentGujaratZara Hatke

હવા મહેલ જોવા જયપુર નહિ જવું પડે! જુઓ આ જગ્યા આવેલ છે ગુજરાત નો હવા મહેલ, આ કારણે રહ્યું કામ અધૂરું…

ગુજરાત પાસે સિંહ અને ગિરનાર આ બે અમૂલ્ય ભેટ છે. આજે આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થાનો આવેલા છે, ત્યારે આજે અમે આપને ગુજરાતમાં હવા મહેલ.વિશે જણાવશું. હવા મહેલ અમદાવાદથી લગભગ 111 કિ.મી દૂર આવેલો છે. અહીં પહોંચવા માટે ખાનગી બસ, ટેક્સી અને સરકારી બસોની સુવિધા છે. લોકલ ફરવા માટે મીટર વિનાની રિક્ષા બેસ્ટ છે. ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે દોડતી ટ્રેનોની મારફતે પણ પહોંચી શકશો.


આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે હવા મહેલનું નામ આવતા જ જયપુર યાદ આવે પણ આપણા ગુજરાતના સુરેન્દ્રનગરમાં પણ સુંદર હવા મહેલ આવેલો છે. તમે જાણીને નવાઈ લાગશે કે, આ મહેલ જયપુરના મહેલ જેટલો પ્રખ્યાત ભલે ન હોય, પરંતુ સુંદરતા અને બાંધકામની દૃષ્ટિએ તે જયપુરના મહેલને પણ ટક્કર આપે એવો છે. ગરવા ગુજરાતીઓએ જયપુર જતા પહેલા આ મહેલની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

આ મહેલ વિશે જાણીએ તો, વઢવાણમાં ઝાલા રાજપૂત વંશના રાજાઓનું શાસન હતું. લોકોની રક્ષા કરવા માટે કિલ્લા બનાવડાવતા હતા. અમુક દીવાલો આજની તારીખે શહેરમાં જોવા મળે છે. વઢવાણને અગાઉ ‘વર્ધમાનપુરી’ તરીકે ઓળખવામાં આવતું હતું. શહેરનું નામ જૈનોના તીર્થંકર ભગવાન વર્ધમાન પરથી પડ્યું હતું. 18 અને 19મી સદીમાં દિવાન બહાદુરના રાજમાં અનેક ઐતિહાસિક ઈમારતોનું ચણતર કરાયું હતું.ઝાલા શાસકોના કાર્યકાળમાં જ વઢવાણના હવા મહેલનું કામકાજ શરૂ કરાયું હતું.

એક આશ્ચય ની વાત કહો કે નસીબ પણ આ મહેલનું કામ ક્યારેય પૂરુ નહતું થઈ શક્યું. પરંતુ હાલ આપણને જે જોવા મળે છે તેનાથી એ સમયના કડિયા તથા કલાકારોની બાંધકામની સ્ટાઈલ અંગે ઘણું જાણવા મળે છે.જ મહેલ 19મી સદીમાં રાજા બાલસિંહજીનું નિવાસ સ્થાન હતું અને ત્યાં સુંદર ગાર્ડન, ક્રિકેટ પિચ, ફુવારા, ટેનિસ કોર્ટ અને સુંદર તળાવ આવેલા છે.

બાંધકામ બાકી રહી ગયું છે તે ભાગ કિલ્લાની બહારની બાજુ છે અને તે કન્સ્ટ્રક્શનના વિવિધ તબક્કાની ચાડી ખાય છે. આ મહેલ એ સમયના કોતરણીકારોની શૈલીની ઝલક આપે છે. આજની તારીખે હવા મહેલ બનાવનારા સોમપુરા કલાકારોની પછીની પેઢીઓ હિન્દુ અને જૈન મંદિરોમાં કોતરણી અને શિલ્પ કામ કરતા જોવા મળે છે. સોમપુરા સલાટ ન્યાત ગુજરાતમાં બ્રાહ્મણોની જ એક નાતિ છે. તેઓ કળામાં અને વિશેષ પ્રકારના શિલ્પ સ્થાપત્ય બનાવવામાં નિષ્ણાંત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *