ગુજરાતની આ જગ્યા પર બંધ ગાડીઓ પણ ઢાળ ચડી જાય છે?? જાણો શું છે તેની પાછળ નું કારણ.
આપણે સૌ ગુરુત્વાકર્ષણ બળ વિષે જાણીએ છીએ, અને તેના વિષે આપણે શાળા માં અભ્યાસ કર્યો છે, અને આપણે સૌ એ પણ જાણીએ છીએ કે, ગુરુત્વાકર્ષણ ની અસર દરેક વસ્તુ પર થાય છે, કે જે વસ્તુ ઉપર જાય છે તે નીચે આવે છે. પરંતુ એક તમને વિચારીને નવાઈ લાગશે કે એક એવી જગ્યા છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ નું બળ કામ જ નથી કરતુ.
વાત કરીએ તો ગુજરાત નું એક ગામ જેનું નામ તુલસીશ્યામ કે જ્યાં ગુરુત્વાકર્ષણ નું બળ કામ જ નથી કરતું, આ ગામ તુલશીશ્યામ કે જે જુનાગઢ ના ગીરના જંગલ ની વચ્ચે આવેલું છે. ત્યાના લોકોનો એવો દાવો કે અહીના દરેક પહાડો પર તમે કંઈપણ નાખો તો તે નીચે જવાને બદલે ઉપર તરફ જાય છે.
ત્યાના રસ્તાની વાત કરીએ તો ત્યાં રસ્તામાં આગળનો ભાગ ઢોળાવ છે તેના કારણે વહાણ પાછળની જગ્યાએ આગળ સરકે છે અને જોવા જઈએ તો દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં આવો ઢોળાવવાળો રસ્તો છે. તેથી અહી બાજુમાં આવેલી જમીનને કારણે તે ઉઠેલું હોઈ એવું દેખાય છે.
જોકે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ જોઈએ તો જે ટેકરાની જમીનની વાત થઇ રહી છે તે બહાર આવી છે, રસ્તાની ક્ષિતિજ ને દુરથી જોતા જોવામાં આવે છે કે સામેનો રસ્તો ઉપરની તરફ ઉંચો છે, પરંતુ વાસ્તવમાં એવું નથી, અને અહિયાં ગીરના જંગલમાં ભગવાન શ્રીક્રુષ્ણ નું ખુબજ જુનું મંદિર પણ આવેલું છે.