પાંચ વર્ષ અમેરીકા મા રહી આ વર્લ્ડ ક્લાસ ગોલ્ફ પ્લેયર હવે ભારત મા ગૌમાતા ની સેવા અને ખેતી કરે છે.
આજે આપણે એક એવી યુવતી વિશે વાત કરવાની છે જે,પાંચ વર્ષ અમેરીકા મા રહી અને વર્લ્ડ ક્લાસ ગોલ્ફ પ્લેયર બની અને હવે ભારત મા ગૌમાતા ની સેવા અને ખેતી કરે છે.ખરેખર આ યુવતીના જીવનની વાત ખૂબ જ અદ્દભૂત છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેને પોતાના જીવનમાં ખૂબ જ સઘર્ષ કરેલ. આજે પોતાનું જીવન સાદગીપૂર્ણ પસાર કરેલું. ખરેખર આવી ઘટના તમે ભાગ્યે જ ક્યારેક સાંભળેલ હશે. આપણે આજે વાત કરી રહ્યા છીએ વૈષ્ણવી સિન્હા વિશે. જે અમેરિકાની ગોલ્ફ પ્લેયર છે.
આજે તે પોતાના ગામ ઉત્તર પ્રદેશમાં ઘરે આવીને પશુપાલન અને ખેતી કરી રહી છે. ખરેખર આ ખૂબ જ સરહાનીય વાત કહેવાય. આટલા ઉચ્ચ પદે હોવા છતાં પણ સાદગીપૂર્ણ રીતે પોતાનું જીવન પસાર કરી રહી છે. આ સિવાય તે ગાયો દ્વારા ડેરી પણ ચલાવે છે તેમજ આ કામ તે છેલ્લા 6 વર્ષ થી કરી રહી છે. ત્યારે ખરેખર આ ભારતની દીકરી સૌ કોઈ માટે પ્રેરણારૂપ સમાન છે. આજના આધુનિક યુગમાં યુવતીઓ મોર્ડન વિચાર ધરાવે છે ત્યારે આ યુવતી પોતાના ગામડાના જીવનને અને સંસ્કૃતિને નથી ભૂલી.
ચાલો એક નજર વૈષ્ણવીના જીવન પર કરીએ. વૈષ્ણવિનો જન્મ 6 ડીસેમ્બર 1990 નાં રોજ લખનઉ માં થયો હતો અને તેમના પિતા આલોક સિન્હા આઈ.એ.એસ ઓફિસર છે. વર્ષ 2008માં તેને ડીપીએસ નોઈડમાં 12મુ પાસ કર્યું અને 10 વર્ષની ઉંમરે થી જ ગોલ્ફ રમવાનું શરૂ કર્યું.આગળના અભ્યાસ માટે વર્ષ 2009માં તેં શિકાગો ગઈ અને ત્યાં 5 વર્ષ અમેરિકામાં અભ્યાસ શરૂ કર્યો. આ સાથે તે ગોલ્ફ ની પ્રેક્ટીસ પણ સાથે કરતી હતી.આ જ દરમિયાન તેને આંતરરાષ્ટ્રીય ટુનામેન્ટમાં ભાગ લીધો અને બે વર્ષ સુધી રહ્યા બાદ ભારત પાછી આવી ગઈ.
આ દરમિયાન તેના પિતા કહ્યું કે, તું કંઈક અલગ કર પરતું તેને ગાયો પ્રત્યે બહુ લગાવ હતો અને આજ કારણે તેને ગાય નું પાલન કરવાનો વિચાર આવ્યો અને તેના પપ્પા આ જ વાત તેને કહી હતી. આ ઘટના બાદ તેમણે 40 એકર જમીન લીધી અને 2017 માં 10 ગાય લીધી અને આ તમામ ગીર ગાયો હતી અને આજે એમની પાસે 250 ગાયો છે.આજે તેઓ ગાયો નું ખૂબ ધ્યાન રાખે છે ને આ પશુપાલન થકી જ દૂધ તેમજ અન્ન ઉત્પાદન દ્વારા કમાણી કરે છે.ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણાદાયક છે.