તમે પણ આડેધડ AC નો ઉપયોગ કરતા હોય તો સાવધાન ! જાણો AC ના ઉપયોગ ની સાચી રીતે જેનાથી તમને….
હાલમાં ગરમી સતત વધી રહી છે, ત્યારે ઘરમાં પણ રહેવું મુશ્કેલ છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં લોકો એસીનો સહારો લેતા હોય છે. ત્યારે હાલમાં જ ઘણા લોકો એસીનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરે છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, તમે જો આડેધડ AC નો ઉપયોગ કરતા હોય તો સાવધાન થઈ જજો! જાણો AC ના ઉપયોગ ની સાચી રીતે જેનાથી તમને પણ ફાયદો થશે.
એસી નો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તમારું લાઈટબીલ પણ ઓછું આવશે.આમ પણ ગરમીથી બચવા લોકો એસીને શક્ય એટલા નીચા તાપમાને સેટ કરીને પોતાને ઠંડા રાખે છે. પણ જણાવી દઈએ કે એસીને એકદમ નીચા તાપમાને ચલાવવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે એસીના ઉપયોગ માટે જીઇબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા એક સંદેશ મોકલવામાં આવ્યો છે,
આમ પણ હાલમાં અતિશય ગરમીના કારણે લોકો ગરમીથી બચવા માટે લોકો ઘર, ઓફિસ વગેરે જગ્યા પર નિયમિત રીતે એસીનો ઉપયોગ કરે છે. પણ એના માટે મોટાભાગના લોકો ખોટી પદ્ધતિને અનુસરે છે. જે સ્વાસ્થ્ય માટે ઘણું જ નુકશાનકારક સાબિત થાય છે. એક વાત તો સો ટકા સાચી છે કે મોટાભાગના લોકોને પોતાના એસી 20 થી 22 ડિગ્રી સુધી ચલાવવાની આદત હોય છે. અને રાત્રે ઊંઘતા સમયે આ તાપમાને એમને ઠંડક લાગે છે.
રૂમનું તાપમાન નીચું અથવા ઊંચું હોય છે, ત્યારે છીંક આવવી, બધું કંટાળા જનક લાગવું વગેરે દ્વારા શરીર પ્રતિક્રિયા આપે છે. અને જ્યારે તમે 19-20-21 ડિગ્રી ચાલુ રાખો. તમારા શરીરમાં હાયપોથર્મિયા તરીકે ઓળખાતી પ્રક્રિયા શરૂ કરે છે, જે રક્ત પરિભ્રમણને અસર કરે છે. સંધિવાબીમારી થઇ શકે છે. આ સિવાય
લાંબા ગાળે ત્વચાની એલર્જી અથવા ખંજવાળ, હાઈ બ્લડ પ્રેશર વગેરે જેવા રોગોનું જોખમ વધારે રહે છે. તેમજ જ્યારે તમે આટલા નીચા તાપમાને એસી ચલાવો છો, ત્યારે તેનું કોમ્પ્રેસર સતત સંપૂર્ણ ઊર્જા પર કામ કરે છે. પછી ભલેને તમારું એસી 5 સ્ટાર કેમ ન હોય, અતિશય શક્તિનો વપરાશ થવાને કારણે તમારા ખિસ્સા માંથી નાણાંને બહાર કાઢે છે.જીઇબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર મુજબ તમારા એસીના તાપમાનને 25 ડિગ્રી પર સેટ કરો. 25+ ડિગ્રી પર એસી ચલાવવું હંમેશાં સારું રહે છે અને પંખાને ધીમી ગતિએ મૂકો. આમ કરવાથી એક તો ઓછી વીજળીનો ખર્ચ ઓછો થશે.