આ છે ગુજરાતનું સૌથી ઐતિહાસિક શહેર ! 1277 મા સ્થાપના દીવસે આ ખાસ તસ્વીરો જોઈ મંત્રમુગ્ધ થઈ જશો…
ગુજરાતનું ગૌરવ ગણાતું પાટણ અણહિલવાડના નામથી જાણીતું હતું. આજથી 700 વર્ષ સુધી પશ્ચિમ ભારતની રાજધાની તરીકેનું સ્થાન જાળવી રાખનાર શહેર એટલે પાટણ. ત્યારે આવા ઐતિહાસિક નગર પાટણનો આજે 1277મો સ્થાપના દિવસ છે.
રાજા વનરાજસિંહ ચાવડાએ વિક્રમ સંવત 802ને મહા વદ સાતમના દિવસે પાટણ નગરીની સ્થાપના કરી હતી અને વિક્રમ સંવત 802થી 998 વર્ષ સુધી ચાવડા વંશે પાટણ પર રાજ કર્યું હતું.
તમૂળરાજસિંહ સોલંકીએ પાટણની ગાદી હસ્તક કરી સોલંકી વંશની સ્થાપના કરી હતી. સોલંકી વંશમાં ભીમદેવ તેમજ સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાઓએ રાજ કર્યું હતું. આ પાટણ એક સમયે રાજ્યનું પાટનગર પણ હતું
વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનાર રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, શહેરની સુરક્ષા માટે ઊભી કરાયેલી ચારેય તરફની પ્રાચીન દીવાલ, કોટ, બાર દરવાજા અને અનેક ઈતિહાસક પુરાવાને લઇ પાટણને આજે પણ ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે.
સોલંકી યુગની વીરતા વૈભવ અને વિદ્યાનું પ્રતીક ગણાતું પાટણ વિક્રમ સંવત 1094થી 1143 દરમિયાન સમગ્ર ભારત વર્ષમાં સંસ્કારી નગરી તરીકે ખ્યાતિ પામ્યું હતું.
પાટણનો પરિચય કરાવતા વિશ્વસનીય પુસ્તક સરસ્વતી પુરાણમાં દર્શાવ્યું છે કે, ‘સિદ્ધરાજ સમાન કોઈ રાજા નથી અને સહસ્ત્રલિંગ સમાન મહાતીર્થ નથી.’ બીજા શ્લોકમાં લખ્યું છે કે, સિદ્ધરાજ સમાન રાજા થયો નથી અને થશે પણ નહીં.
સિદ્ધરાજના દાદા રાજા ભીમદેવની યાદમાં રા’ખેંગારની પુત્રી ઉદયમતીએ તેમના મંત્રી દામોદર અને રાજપુરોહિત સોમની સલાહથી દુર્લભ સરોવરની નજીકમાં વાવ બનાવી હતી. જે વાવ આજે ‘રાણકી વાવ’ તરીકે ઓળખાય છે.
.
વિરાસતનું બીજું સ્થાપત્ય એટલે સહસ્ત્રલિંગ સરોવર. જેના અવશેષો આજે પણ જોવા મળે છે.બાણાસુરે નર્મદા નદીના અમર કંટકમાં પધરાવેલા 1008 બાણ લિંગને લઈને સીધા જ અહીં આવીને સરોવરના કાંઠે શિવ મંદિર બનાવીને પ્રસ્થાપિત કર્યા હતા.
ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે કે પાટણનું પટોળુ છે. કહેવાય છે કે, પાટણના પટોળાની કળા એ 900 વર્ષ પુરાણી છે. કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલાં 700 સાલવી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂઆત કરી હતી.
ઐતિહાસિક નગર પાટણના સ્થાપના દિવસની દર વર્ષે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આજે સૌ પ્રથમ સવારે 9 વાગે જૂની શીશુ મંદિર શાળા ખાતે અખિલ સંઘ દ્વારા વિરાજલી કાર્યક્રમ થશે. ત્યારબાદ બપોરે 2 વાગે મહાકાળી માતાજી મંદિરથી આરતી કરીને શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી.
શોભાયાત્રામાં બગી, ઘોડા કુકડ ધ્વજ બાઈક સવારો સાથે રાજપૂત યુવાઓ દ્વારા તલવાર બાજી ઉપરાંત રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી સીદી ધમ્માલ નૃત્ય, આદિવાસી નૃત્ય કરવામાં આવશે જે અનેરું આકર્ષણ જમાવ્યું.