EntertainmentGujaratNational

50 હજાર રુપીયા ઉધાર લઈ ચાર ભાઈઓ એ ચાલુ કરી હીરો સાઈકલ ની કંપની ! દુનીયાની સૌથી વધુ સાઇકલ નુ ઉત્પાદન પણ….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં મહેનત કરવાવાળા ની કયારે પણ હાર થતી નથી બસ વ્યક્તિએ પોતાના હેતુઓ નક્કી કરીને પોતાના લક્ષણાંક ને પુરા કરવા માટે મહેનત કરવાની રહે છે. આપણી ગુજરાતીમાં તો કહેવત પણ છે કે ” નિશાન ચૂક માફ છે, નહિ માફ નીચું નિશાન ” એટલે કે જીવનમાં સફળ થાસૂ કે કેમ ? તેવી ખોટી માન્યતા રાખીને જીવનમાં નીચા લક્ષાંકો નક્કી કરવાને બદલે જીવનમાં આપણી મહેનત દ્વારા પુરા કરી શકાય તેવા ઉંચા ધ્યેય રાખવા કારણકે જો આપણે નક્કી કરેલા ઉંચા ધયેય સુધી ન પહોંચી શકીએ તો કંઈક સારી જગ્યાએ તો પહોંચી જ શકીએ.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો આપણા દેશને કૃષિ પ્રધાન દેશ માને છે. મોટા ભાગનો વેપાર અન્ય દેશ પાસે હોઈ તેવી લોકોની ધારણા છે, પરંતુ આ બાબત સાવ ખોટી છે. આપણા દેશમાં પણ ઘણા મોટા મોટા ઉદ્યોગો છે કે જેમણે વિશ્વ સ્તરે પોતાનું નામ બનાવ્યું અને લોકો માં પોતાની આગવી ઓળખ જમાવી છે. લોકોને ભારતીય વસ્તુ અને તેના ટકાઉપણા પર વિશ્વ છે. જોકે ઉદ્યોગ ધંધા વિશે વાત કરવી જેટલી સહેલી છે તેટલી જ અઘરી બાબત ઉદ્યોગો સ્થાપવા અને તેને ચલાવવાની છે.

આપણે ઘણી વખત જોયું હશે કે ઘરમાં પણ કોઈ નવી વસ્તુ કરતા સમયે ઘણી વિચારણા કરવામાં આવે છે. તેવામાં આપણને વિચાર આવે કે જે મોટી મોટી કંપનીઓ છે તેમનો ધંધો કઈ રીતે ચાલતો હશે અને તેના માટે શું કરવું પડતું હશે ? આપણે અહીં એક એવી જ કંપની વિશે વાત કરવાની છે કે જેમણે ફક્ત પોતાની કંપની ની જ વિકાસ નથી કર્યો પરંતુ દેશ માટે પણ ઘણો ફાયદા કારક રહી છે. તેમણે દેશ અને દુનિયાનો ઇતિહાસ બદલી નાખ્યું છે.

આપણે અહીં હીરો કંપની વિશે વાત કરવાની છે કે જે એક ભારતીય કંપની છે અને તેમણે સફળતાનાં નવા મુકામો સર કર્યા છે, અને આજે પણ લોકોનો આ કંપની અને તેમની વસ્તુઓ પ્રત્યે નો વિશ્વાસ અડીખમ છે, પરંતુ શું તમે જાણો છો કે આ કંપની ની શરૂઆત કઈ રીતે અને ક્યાં થઇ ? નહિ તો ચાલો આપણે ઇતિહાસમાં જઈએ અને હીરો કંપની વિશે માહિતી મેળવીએ.

સૌ પ્રથમ જો વાત હીરો કંપની અંગે કરીએ તો તેમણે પોતાની શરૂઆત સાઇકલ બનાવવાથી શરૂ કર્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે પહેલા ના સમયમાં લોકો સાયકલને ઘણું મહત્વ આપતા હતા આજે તો બાળક થોડું મોટું થાય કે તરત જ સ્કૂટરની માંગ કરે છે. પરંતુ એક સમય હતો જયારે લોકોમાં સાઇકલ નો ક્રેઝ હતો. તેવામાં હીરો કંપનીએ લોકોના આ ક્રેઝને જોઈને અનેક સાઇકલ બનાવી અને અહીં સફળતા મેળવ્યા બાદ સ્કૂટરના ઉત્પાદન તરફ આગળ વધી અને આજે આખા બજારનો ઘણો મોટો હિસ્સો ધરાવે છે.

મિત્રો જો વાત હીરો ની સ્થપના અંગે કરીએ તો આ વાત દેશની આઝાદી પહેલા ની છે. કે જ્યાં ચાર ભાઈઓ આઝાદી સમયે અમૃતસર આવી ગયા હતા. અને આ ચાર ભાઈઓ બ્રીજમોહનલાલ મુંજાલ, દયાનંદ અને સત્યાનંદ, ઓમપ્રકાશ છે, કે જેઓ હાલના પાકિસ્તાન ના પંજાબના ટોબાટેંક સિંહ જિલ્લાના કામલીયા ના રહેવાસી છે. અમૃતસર આવ્યા પછી બ્રિજમોહન લાલે ભાઈઓ સમક્ષ સાઇકલ બનાવવા અંગે વિચાર રજુ કર્યો થોડી વાતચીત બાદ સૌ કોઈ સંમત થયા.

જે બાદ સાઇકલ નું આ કામ લુધિયાણા માં શરુ કરવાનો વિચાર કરવામાં આવ્યો પરંતુ આ સમયે નવો ધંધો શરૂ કરવાની બાબત આટલી સહેલી ન હતી. કારણકે દેશ આઝાદ થઇ રહ્યો હતો અને લોકો એક બીજા દેશમાં જઈ રહ્યાં હતા તેવામાં એક વ્યક્તિ કે જેનું નામ કરીમ દિન છે તે પાકિસ્તાન જવા તૈયાર હતો. જણાવી દઈએ કે કરીમનો સાઇકલ સાઈડલ બનાવવનો ઘણો મોટો વ્યવસાય હતો અને તેની પાસે પોતાનું બ્રાન્ડ પણ હતું.

કરીમ અને ઓમપ્રકાશ મુંજાલ મિત્રો હતા માટે કરીમ તેમને છેલ્લી વખત મળવા આવ્યો ત્યારે ઓમપ્રકાશે કરીમ પાસે તેમના બ્રેન્ડ નામના ઉપયોગ કરવા અંગે મંજૂરી માંગી જે ને લઈને કરીમે હા પડી જણાવી દઈએ કે આ બ્રેન્ડ નેમ એટલે ” હીરો ” બ્રાન્ડ નામ મળ્યા બાદ આ ભાઈઓ અને લુધિયાણા ના ફૂટફાટ પર સાઈકલના સ્પેરપાર્ટ વેચવાનું શરૂ કરું જે બાદ વર્ષ 1956 માં આ તેમણે બેન્ક પાસેથી રૂપિયા 50 હજાર ની લોન લઈને સાઇકલ બનાવવાનું કારખાના ની શરૂઆત કરી.

જે બાદ આ ભાઇઓ ની મહેનત રંગ લાવી અને ધીરે ધીરે કંપની સફળતા ના નવા શિખરોસર કરવા લાગી જેના કારણે તેઓ વિશ્વની સૌથી મોટી સાઇકલ ઉત્પાદક કંપની બન્યા અને વર્ષ 1986 માં તેમનું નામ ગિનીઝ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં પણ આવ્યું. જોકે મુંજાલ ભાઈઓ એક સારા વેપારી સાથે સારા માણસો પણ હતા અને આજ તેમની સફળતા નું એક કારણ હતું,

તેઓ પોતાના કર્મચારી થી લઈને ગ્રાહક સુધી સૌ કોઈના સંતોષ વિશે પહેલા વિચારતા અને ધંધામાં નફાને બદલે માનવીય વલણ રાખતા. આ બાબતનું એક ઉદાહરણ પણ છે. કે વર્ષ 1980 માં જયારે એક ટ્રક હીરો ની સાઇકલ લઈને ડીલર પાસે જઈ રહ્યો હતો ત્યારે માર્ગઅકસ્માત માં તેમનો ટ્રક અને અંદરનો માલ સળગી ગયો આવા સમયે પણ પોતાનો નફો જોતા પહેલા તેમણે ટ્રકના ડરાઇવર વિશે પૂછ્યું અને ડિલરને તુરંત નવો માલ આપવા પણ જણાવ્યું. તેમણે પોતાના નુકસાનની ચિંતા કરતા પોતાના ડરાઇવર અને ડીલર ની ચિંતા હતી.

જે બાદ સાઇકલ બાદ કંપની ઓટોમોટિવ અને તેના સાધનો, આઇટી, સર્વિસેજ જેવા અનેક ક્ષેત્રો સાથે જોડાઈ ગઈ અને સાઇકલ જગતમાં ક્રાંતિ લાવ્યા બાદ અને પોતાનું નામ બનાવ્યા બાદ હીરો કંપની સ્કૂટર બનાવવા ના ક્ષેત્રમાં પણ કૂદી અને વર્ષ 1984 માં તેમણે જાપાનની સ્કૂટર બનાવતી કંપની હોન્ડા સાથે મળીને હીરો હોન્ડા નામની કંપની નીચે સ્કૂટર બનાવવાના શરૂ કર્યા. તેમણે સૌ પ્રથમ 13 એપ્રિલ 1985 માં સીડી 100 સ્કૂટર બનાવ્યું. જે બાદ અલગ અલગ મોડલ થકી કંપનીએ અહીં પણ શીર્ષ ના સ્થાનો સર કર્યા. જો કે કંપની આશરે 27 વર્ષ સાથે વેપાર કાર્ય બાદ વર્ષ 2011 માં છૂટી પડી અને હીરો મોટર્સ ની શરૂઆત થઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *