EntertainmentNational

આ 13 વર્ષના બાળકને જેમ તેમ ના સમજતા ! ચલાવે છે મોટી કંપની અને કંપનીનુ ટર્ન ઓરવ છે 200 કરોડ..

જીવનમાં સફળતા અમસ્તા જ મળતી નથી. આજે અમે આપને એક એવા તરુણ વિશે જણાવીશું જેને ખૂબ જ નાની ઉંમરે જીવનમાં સફળતાનાં સોપાન સર કર્યા. આજનાં સમયમાં છોકરાઓ વીડિયો ગેમ્સ અને મોબાઈલમાં વધારે પ્રમાણમાં વ્યસ્ત રહે છે. ત્યારે આજે અમે એક એવા બાળક વિશે વાત કરીશું જે છોકરા એ માત્ર 15 વર્ષની ઉંમરે લોકોને રોજગાર પણ આપે છે.નાની ઉંમરમાં વ્યાપારના વિશ્વમાં પોતાની સફળતાના ઝંડા લગાવી દીધા છે.

આ વાત છે મુંબઈના સફળ વ્યાવસાયિક તિલક મહેતાની. જેણે માત્ર 13 વર્ષની ઉમરમાં પોતાની કંપની ઊભી કરી દીધી અને 200 લોકોને રોજગાર પણ આપ્યો. આ છોકરાએ પિતાનો થાક જોઇને બિઝનેસ કરવા નો વિચાર આવ્યો.આ સફળતાની કહાની છે, 13 વર્ષના તિલક મહેતાની જે આજે એક સફળ બિઝનેસમેન છે. પિતા વિશાલ મહેતા એક દિવસ ઓફિસથી થાકીને પોતાના ઘરે પહોંચ્યા હતા. તિલક પિતાની રાહ જોઈ રહ્યો હતો. કેમ કે, પિતાની સાથે જઈને નોટબુક ખરીદવા જઈ શકે. પણ જ્યારે તેઓ ઘરે આવ્યા, ત્યારે તિલકની હિંમત નહોતી થઇ કે તે તેમને ફરીથી બહાર જવા માટે કહી શકે. અંતે એ દિવસે તિલકે નોટબુક ખરીદી નહોતી.

બસ અહીંયાથી જ તિલકના મગજમાં એક શાનદાર બિઝનેસ કરવાનો આઈડિયા આવ્યો અને આ બિઝનેસ હતો કુરિયરનો. તિલકે એવી-તેવી કુરિયર સેવા વિશે નથી વિચાર્યું. પરંતુ તેણે સૌથી ફાસ્ટ એટલે કે માત્ર 24 કલાકની અંદર ડિલિવરી પ્રદાન કરતી સેવા શરૂ કરવાનું વિચાર્યું હતું. આ સર્વિસ વિશેષ રીતે મહિલાઓ અને બાળકો માટે તૈયાર કરવા તે ઈચ્છતો હતો.આઈડિયાને બિઝનેસનું રૂપ આપવા માટે બેંક પહોંચી ગયા હતા. ત્યાં બેંક અધિકારી ઘનશ્યામ પારેખ સાથે તેમની મુલાકાત થઇ.

જ્યારે તિલકે ઘનશ્યામને પોતાના આઈડિયા વિશે જણાવ્યું. ત્યારે તેઓ ખૂબ જ ખુશ થયા હતા. એટલા ખુશ થયા કે સરકારી નોકરી છોડીને તિલકની કંપની જોઈન કરી લીધી. કંપનીનું નામ રજિસ્ટર કરવામાં આવ્યું અને એનું નામ રાખવામાં આવ્યું ‘પેપર એન્ડ પેન્સિલ’. નામ પણ એવું જે હંમેશાં યાદ અપાવતું રહેશે કે તિલકે આ કંપનીને કેવી રીતે શરૂ કરી.

જોકે, તિલક કંપનીનો માલિક બન્યો અને ઘનશ્યામ પારેખ સીઈઓ. શરૂઆત નાની હતી એટલે કે વધારે ખર્ચ કર્યા વગર માત્ર બુટીક, સ્ટેશનરી શોપ સાથે વાત કરી હતી. ડિલિવરી માટે અલગથી સ્ટાફ ના બનાવ્યો. પરંતુ મુંબઈના ડબ્બા સર્વિસ પાસેથી મદદ લીધી અને આજે પેપર એન્ડ પેન્સિલ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ રૂપિયા છે. કંપની દરરોજ લગભગ 1 હજાર ઓર્ડર પૂરા કરી રહી છે. તિલકની યોજના છે કે, હવે તે જલ્દી જ સ્વિગી અને ઝોમેટો જેવી કંપનીઓ સાથે કરાર કરશે. મુંબઈ જેવા મહાનગરમાં જરૂરી ચીજવસ્તુઓ એક છેડેથી બીજા છેડા સુધી ઓછાં સમયમાં પહોંચાડવાનો આ વિચાર પોતાનામાં જ અનોખો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *