ક્યારેય ભૂલી ના શકાય એવા ગુજરાતી ગીતો આપ્યા લતાજીએ,જેમાં દીકરી તો પારકી થાપણ કહેવાય તેમનું….
લતા મંગેશકર જે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક ગીતો ગાયાં છે. આ ગીતોની યાદી જઈએ તો ખૂબ જ અનંત છે પરંતુ આ ગીતોમાં આપણા ગુજરાતી ગીતો પણ છે અને આજે અમે આપને જણાવીશું લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા એ ગુજરાતી ગીતો જે સદાબહાર બની ગયા.તેમનો સૂરીલો કંઠ અને ગુજરાતીઓ દ્વારા લખાયેલા એ ગીતના શબ્દો આજે જ્યારે ગુંજે છે ત્યારે જીવંત સમાન ગણાય છે અને ખરેખર લતાજીના સ્વરમાં ના ગીતો સાંભળવા એક અનહદ લાવો છે આજના સમયમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિને આ ગુજરાતી ગીતો વિશે ખબર હશે.
લતાજીનો સંગીત સાથે અપાર પ્રેમ રહયો હતો, હિન્દીની જેમ ગુજરાતી સીનેમામાં પણ તેમના અમુલ્ય ગીતનો ખજાનો પડયો છે, ગુજરાતી ફિલ્મોમાં તેમનો જોટો જડે તેમ નથી પારકી થાપણ, મેના ગુજરી જેવી ફીલ્મોમાં સુરીલા ગીતો આજે પણ સંગીતપ્રેમીઓ ગુનગુનાવે છે તેમના નિધનથી સંગીત જગત બેસુ બન્યું છે.
સુરોની મલ્લીકા લતા મંગેશકર પાસે ગુજરાતી ગીતો અવિનાશ વ્યાસ, પુરૂષોતમ ઉપાઘ્યાય, કલ્યાણજી આણંદજી, ગૌરાંગ વ્યાસ વિગેરે જેવા ખ્યાતનામ સંગીતકારોએ ગવડાવ્યા હતા, ૧૯૬૦થી ૨૦૦૪ સુધીમાં લતાજીએ આશરે ૭૦ થી વધુ ગીતો ગાયા હતા અને તમામ ગુજરાતી ગીતો સુપરહીટ થયા હતા, એક નજર કરીએ તો ૧૯૬૦માં અવિનાશ વ્યાસના સંગીતમાં મહેંદી રંગ લાગ્યો ફીલ્મમાં મોટાભાગના ગીત લતાજીએ ગાયેલા જેમાં સુર સમ્રાટ મહમદ રફી સાથે નયન ચકચુર છે,.
મન આતુર છે…, મન્નાડે સાથે શિર્ષક ગીત મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત…, ઘુંઘટે ઢાકયું રે એક કોળીયુ…., હું હરતી ફરતી રસ્તે રઝડતી વાર્તા…, અને પાંદડુ લીલુ ને રંગ રાતો…, ત્યારબાદ ચુંદડીને ચોખા ફીલ્મમાં લાલ લાલ રે માંની ચુંદડીનો રંગ, કોઇ ગોતી દેજો મારા રામ, ઘરદીવડીમાં જાજા રેજા નહીં ખોલુ ઘુંઘટ, નીંદરડી આવ રે દોડી દોડી અને કયાંથી લાવું દોરો સોઇ, સત્યવાન સાવિત્રીમાં દિલીપ ધોળકીયાના સંગીત હેઠળ રંગબેરંગી ચુંદડી, નયણે નીરાયો ન કદી, નાહોલીયા રે નેણ પરોવી, રસીલી ચાંદની વનવગડો, એમ તો ન જવાય, અખંડ સૌભાગ્યવતી, મારો તે ચિતનો ચોર, તને સાચવે પાર્વતી, સળગે છે સોહાણ સજનવા જેવા ગીતો ગાયા હતા.
આ ઉપરાંત કસુંબીનો રંગમાં કલ્યાણજી આણંદજીએ કુંજલડી રે સંદેશો અમારો જઇને…, હંસલા હાલોને હવે મોતીડા નહી રે મળે, મેના ગુજરીમાં અડધી રાતલડીએ મને રે જગાડી, વેરનો વારસમાં આવનારુ આવે કયાંથી, મોટા ઘરની વહુમાં કાનુડા તારી ગોવાલણ, પારકી થાપણમાં દીકરી તો પારકી થાપણ કહેવાય, અન્ય ગીતો પર નજર કરીએ તો યમુનાસ્ટક ભાગ-૧ અને ૨, જોઇ જોઇ થાકી દીશાઓ મા મન ઉદાસ, ઘેલી જોઇ મને પુછજો કોઇ તારા ભરોસે ભવ મુકયો, ધરી કંકુ કંકણ પાનેતર, વાલીડા મુને મલજે ના હવે, ઓધાજી રે મારા વ્હાલાને વઢીને કહેજો, ચાંદનીની ચાદર ઓઢી તુ ઓઢીજા, દાદાના આંગણે આંબલો, એક રજકણ સુરજ થવાને સમરે જેવા યાદગાર ગીતો ગાઇને ગુજરાતીઓને ડોલાવ્યા હતા.