ગીરનાર ની લીલી પરિક્રમા શુ કામ કરવા મા આવે છે તમે જાણો છો ?? આ રહ્યુ મુખ્ય કારણ
સ્વર્ગ એટલે જૂનાગઢનું ગિરનાર! સોળે કળાએ જ્યારે પ્રકૃતિ ખીલી ઉઠે છે, ત્યારે ખરેખર જે અદ્દભૂત છે,અને આ ગિરનારમાં દૈવીય શક્તિ પણ એટલી જ અતૂટ છે. ગિરનાર શિવજીની વિચરણ ભુમી રહી છે કારણ કે કૈલાશ બાદ ગિરનાર શિવજીને અતિ પ્રિય સ્થાન છે. આ ગિરનારની પરિક્રમા માત્રથી અનેક દુઃખ દૂર થઈ જાય છે અને સાથોસાથ પુણ્યનું ભાથું બંધાઈ જાય છે. ત્યારે ચાલો જાણીએ કે, આખરે વર્ષોથી થતી ગિરનારની લીલી પરિક્રમા ખૂબ જ અતિ લોકપ્રિય છે અને અતિ મહત્વની છે.
દર વર્ષે કારતક સુદ અગિયારસના શુભ દિવસે લાખો ભાવિ ભક્તો દર વર્ષ થી ગિરનારની લીલા પરિક્રમા કરે છે. ચાલો ત્યારે આ પરિક્રમાનાં ઇતિહાસને જાણીએ. વાત જાણે એમ છે કે, લગભગ 30000 વર્ષ પહેલાં, પૃથ્વી પર પૃથ્વીની ગતિ પ્રતિ કલાક 25000 કિ.મી. હતી દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વત ને પાંખો હતી.બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વત ની પાંખો કાપી નાખી જેથી પવનની ગતિ પ્રતિ કલાક 20 થી 100 કિ.મી. થઈ ગઈ.તે સમયે ગિરનારનો પર્વત દરિયામાં છુપાયેલો હતો ગિરનાર હિમાલયનો પુત્ર છે તેથી તે માતા પાર્વતીના ભાઈ થાય. માતા પાર્વતી અને શિવનો લગ્ન સમારોહ 20000 વર્ષ પહેલાં હિમાલયમાં થયો હતો. તેની બહેનનાં લગ્ન મા હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રથી માત્ર 50 કિ.મી. દૂર જમીન પર સ્થિર થયો,ગિરનારને હિમાલય જવા માટે કોઈ શક્ય
ન થયું તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન રૂષિ મુનિ, નવગ્રહ અષ્ટ સિદ્ધિ નવનીઘી 52 વીર 64 દેવી 11 જળદેવતા, નવનાગ, અષ્ટ વસુ, કુબેર ભંડારી તે બધા શિવ પાર્વતી સાથે 4 દિવસ ગિરનાર ની પરિક્રમા મા કરી,તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા સને ત્યાર થી આજે પણ કાર્તિક એકાદશી થી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી-દેવતાઓ ગિરનાર પર્વત ના જંગલ ના માર્ગમાં રૉકાણા હતા. અને આ હેતુ માટે આજે પણ તે જ પરમ્પરા રીતે જ ગિરનાર ની લીલી પરિક્રમા કરવામાં આવે છે.અને લાખોની સંખ્યામા લોકો પરિક્રમામા આવે છે અને ખરેખર અત્યાર સુધી આ પરિક્રમા ક્યારેય કોઈ અણબનાવ નથી બન્યા કે જંગલનાં પ્રાણીઓએ લોકોનો જીવ લીધો હોય. જીવનમાં એકવાર તો ગિરનારની પરિક્રમા જરૂર કરવી જોઈએ.