સુરેન્દ્રનગર ના ખેડૂત હરિકૃષ્ણભાઈ પટેલે ખારેક ની ખેતી કરી ને 15 લાખ રુપીઆ ની કમાણી કરી ! જાણો કેવી રીતે ખેતી…
ખેડૂત માટે જમીન મા છે, અને જે રીતે એક દીકરો માનું જતન કરે છે, એવી જ રીતે ખેડૂત જમીનનું જતન કરે છે. મા પણ પોતાના બાળકને વ્હાલ અને પ્રેમ આપે છે, એમ ખેડૂત જમીનનું જતન કરે ત્યારે એમાંથી એ ધારે તો સોનું પણ જમીનમાંથી મેળવી શકે અને આ સોનું એટલે પાક! આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું સુરેન્દ્રનગર ના ખેડૂત હરિકૃષ્ણભાઈ પટેલ વિશે જેમણે ખારેક ની ખેતી કરી ને 15 લાખ રુપીઆ ની કમાણી કરી ! જાણો કેવી રીતે ખેતી કરે છે. જો કોઠાસૂઝથી ખેતી કરવામાં આવે તો વ્યક્તિ ધારે એટલી કમાણી વર્ષે ખેતીમાંથી કરી શકે છે.
આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સડલા ગામમાં રહતા પટેલ ખેડૂતની જેમણે પરંપરાગત ખેતીને બદલે ખારેકની પ્રાકૃતિક ખેતી કરી વર્ષે 50 ટન જેટલી ખારેકનું ઉત્પાદન કર્યું છે તેમજ તેઓ 15 લાખ રૂપિયાની કમાણી કરીને અન્ય ખેડૂતોને પણ સમૃદ્ધ બનાવવા માર્ગ દેખાડ્યો છે. આ પટેલ ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને સરું કરીને પરંપરાગત ખેતીના બદલે બાગાયત ખેતી તરફ વાળવા પ્રેરણા પુરી પાડી છે.
ખાસ વાત એ છે કે, હરિકૃષ્ણભાઈ પટેલે જીવમૃત ગાયનું ગોબર અને ગૌ મૂત્ર આધારિત ખેતી કરીને વર્ષ 2016માં 1200 જેટલા ઈઝરાયેલની ટીસ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કર્યું છે.જે છોડની કિંમત 3200 રૂપિયા આસપાસ થાય છે. જેમાં એક છોડ દીઠ 1250 રૂપિયા સરકારની સબસીડી મળી હતી.રાષ્ટ્રીય કૃષિ યોજના થકી (RKY) બાગાયત ખાતા તરફથી સહાય મળી હતી અને ગત વર્ષે 50 ટન ખારેકનું ઉત્પાદન થયું.
આજે તેમને એક છોડ ઉપર 40થી 50 કિલો ખારેકનું ઉત્પાદન મળે છે. બજારભાવ કરતા કિલો 10થી 15 રૂપિયા વધુ ભાવ મળે છે. ખારેકનો 80થી 120 રૂપિયા સુધીનો ભાવ મળે છે. તેમજ અહીં કામ કરતા મજૂરો તેમજ મહિલાઓને પણ ઘર બેઠા જ રોજગારી મળી રહે છે.
ફાર્મહાઉસ ઉપર વેપારીઓ ખારેક ખરીદવા માટે આવે છે. ગાયના ગોબર અને ગૌ મૂત્રમાં જે ગુણ છે. જેનાથી ખારેકનું સારું ઉત્પાદન અને સારી ક્વોલિટી મળે છે. તેમણે અન્ય ખેડૂતોને પણ જીવામૃત આધારિત ખેતી તરફ વળવા મારી અપીલ છે. આજે તેમની ઓર્ગેનિક ખારેકની દુબઈ, ઈરાક, ઈઝરાયલ, ઈંગ્લેન્ડ અને આફ્રિકામાં ભારે માંગ છે. ત્યારે સારી ખારેકને યોગ્ય બોક્સમાં પેકિંગ કરી વિદેશમાં નિકાસ થાય છે.