શહેર ની વચ્ચોવચ બનાવ્યુ ખુબ જ સુંદર માટીનું ઘર ! ઘરની ખાસીયતો જાણી ચોકી જશો…જુઓ તસવીરો
દરેક વ્યક્તિને પોતાનાં સપાનાનું ઘર બનાવવાની ઈચ્છા હોય છે, આજે અમે આપને એવા દંપતી વિશે જણાવીશું જેમણે શહેરોની વચ્ચે માટીનું મકાન બનાવેલું છે. આ મકાન માટીનું ભલે હોય પરંતુ પ્રકૃતિની ઉત્તમ ભેટમાંથી બનાવેલ છે. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ ઘરની ખાસિયત શું છે અને આ ઘર બનાવનાર કોણ છે, તેની સંપૂર્ણ વિગતો જાણીએ.
હાલમાં જ બેટર ઇન્ડિયન અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, પુણેના કોથરુડ વિસ્તારની મહાત્મા સોસોયટીમાં તમને એક અનોખું માટીનું ઘર જોવા મળશે. આ ઘર અન્વિત ફાટકનું છે. આ ઘર સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે અને આ ઘર ઇકોફ્રેન્ડલી તરીકે ઓળખાય છે. આ ઘર બનાવનાર વ્યક્તિ વિશે આપણે જાણીએ તો, અન્વિત પુણેમાં એક શાળા ચલાવે છે અને તેઓ ખૂબ જ પ્રકૃતી પ્રેમી છે અને તેમના જીવનના દરેક પ્રસંગો અને વસ્તુઓને પ્રકૃતિ સાથે જોડે છે.
તેમને પોતાનું ઘર માટીનું બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેમણે ઇકોલોઝીનો કોર્સ કર્યો હતો ત્યારે જ આર્કિટેક મલખ સિંહ તેમને જણાવ્યું હતું કે, આજન સમયમાં લોકો વાસ અને માટીનું ઘર બનાવે છે. આ સમયગાળમાં મિસ્ટડ ફાટક સાહેબ ઘર બનાવવાનું વિચારી રહ્યા હતા અને માટીના ઘરનો આઇડીયો ગમી જતા તેમને પુણેના આર્કિટેક પાસે ઘર બનાવડાવ્યું.
માત્ર 3500 સ્કવાયર ફુટમાં ઘર બનાવ્યું અને આ ઘર ભલે નાનું બન્યું પણ ખૂબ જ શાંતિવાન અને પ્રાકૃતિક છે. આ ઘર વર્ષ 2018માં બનવાનું શરૂ કર્યું હતું.આ ઘર બનાવવા માટે માત્ર માટી અને વાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘરમાં ત્રણ રૂમ છે તેમજ બહારથી પણ વધુ આકર્ષક દેખાય છે અને આ ઘરને લોકો નાનું કહે છે પરંતુ ખરેખર આ ઘર નાનું નહિ પણ કોઝી તરીકે ઓળખાય છે.
આ ઘર ખૂબ જ પ્રાકૃતિક છે કારણ કે, આ ઘરના વાતાવરણને અનુરૂપ ઠંડક અને ગરમીની અનુભૂતિ થાય છે તેમજ ઘરમાં પ્રકાશ પણ કુદરતી રીતે જ પડે છે. ખાસ કરીને આ ઘરના આસપાસનાં વાતાવરણને પણ કુદરતી રીતે બનાવમાં આવ્યું છે તેમજ એક નાનું એવું ગાર્ડન બનાવામાં આવ્યું છે, જેમાં ઓર્ગનીક ખેતી પણ કરવામાં આવે છે.
ફાટક પરિવાર માટે આ ઘર નાનું નહિ પણ કુદરતની અમૂલ્ય ભેટ સમાન છે કારણ કે, આ ઘર અન્ય સિમેન્ટ અને પથ્થરમાંથી બનેલ નથી પણ કુદરતી તત્વો જેમ કે, લાકડા અને માટીમાંથી બન્યું છે, જે તેમને શાંત અને સારું વાતાવરણ પૂરું પાડે છે. આ ઘર દરેક લોકો માટે એક પ્રેરણાદાયી છે કારણ કે એ સાબિત કરે છે કે, પ્રકૃતી એ આપણું જતન કરે છે