સાબરકાંઠા : 16 વર્ષ ની કીશોરી ના પેટ માથી એવી વસ્તુ નીકળી કે ડોક્ટર પણ ધૃજી ગયા ! 6 ડોક્ટરો એ આપરેશન કરી..
મીડિયાના માધ્યમથી આપણે અનેક પ્રકારના સમાચારોમાં જાણવા મળતા હોય ચેઝ જેમાં તબીબી કિસ્સાઓ પણ સામે આવે છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે 16 વર્ષ ની કીશોરી ના પેટ માથી એવી વસ્તુ નીકળી કે ડોક્ટર પણ ધૃજી ગયા ! આપણે જાણીએ છે કે બાળકોને અનેક પ્રકારની કુટેવ હોય છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના 16 વર્ષીય જ્યોત્સ્નાબેન ઝાલાને એક મહિનાથી પેટમાં દુઃખાવો, ઊલટી વારંવાર થવી અને બે દિવસથી કબજિયાતની તકલીફ હતી.
આ કારણે દર્દીની સિવિલ હોસ્પિટલના તબીબે તપાસ કરી હતી અને સોનોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં આંતરડામાં ટ્રાયકોબિઝોઆર (વાળની ગાંઠ) જોવા મળી હતી. આવી ઘટના અવારનવાર સામે આવતી હોય છે. સમયસર બાળકીને હોસ્પિટલમાં દાખલ કરતા જ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં બાળકીનું ડૉ. પલ્લવ પટેલ, ડૉ. પ્રણવ પટેલ, ડૉ. શુભમ કોટવાલ, ડૉ. ચેતન પંચાલ, ડૉ. નીતિન ડાખરા, ડૉ. સુમિત શર્મા સહિત છ તબીબએ ઑપરેશન શરૂ કર્યું હતું. લગભગ બે કલાક ઑપરેશન ચાલ્યું હતું. તો બાળકીના પેટમાંથી લંબાઇ 25.10 CM અને 1.2 KGના વજનની વાળની ગાંઠ નીકળી હતી. આ જોઈને ડોકટર પણ ચોંકી ગયા હતા.
આમ તબીબોએ સફળ ઓપરેશન કર્યું હતું. તો માનસિક રોગના લીધે બાળપણથી વાળ ખાવાની કુટેવને લઈને પેટમાં વાળની ગાંઠ થઇ હતી. ઑપરેશન બાદ બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. આવી ઘટના અનેકવાર સામે આવી છે કે, છોકરાઓ અને છોકરીને આવી બીમારી હોવાના કારણે પેટમાંથી અનેક પ્રકારની વસ્તુઓ મળી આવે છે. ખરેખર આ સમસ્યા ખૂબ જ ગંભીર છે કારણ કે આ રીતે ગમે તે વસ્તુઓ ખાવાથી જીવ જોખમમાં મુકાઈ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.