ઠાકોરજી ના ખરા ભક્ત ! પુજારી એ છેલ્લા 25 વર્ષ થી ઠાકોરજી માટે પગરખા નથી પહેર્યા…કારણ જાણી..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, વડોદરામાં દેવ ઉઠી એકાદશીનાં દિવસે 25 વર્ષથી તોપની સલામી વગર ઠાકોરજીનો વરઘોડો નીકળે છે. સૌથી ખાસ વાતે છે કે, વરઘોડામાં તોપની સલામી આપવાની પરંપરા માટે પૂજારી દ્વારા સંઘર્ષ શરૂ કરવામાં આવ્યો છે. તંત્ર સામે લડતા પૂજારીએ 25 વર્ષથી પગરખાં પહેર્યાં નથી. ચાલો તેની પાછળ રહેલ રસપ્રદ કારણ વિશે જાણીએ.
શહેરના એમ.જી.રોડ પર ઐતિહાસિક સુપ્રસિધ્ધ શ્રી રણછોડરાયજી મંદિર આવેલું છે અને આ મંદિરમાં 172 વર્ષથી વરઘોડો નીકળે છે. 25 વર્ષ પૂર્વે વરઘોડો જ્યારે નીજ મંદિરથી પ્રસ્થાન કરે ત્યારે 11 તોપની સલામી ભગવાનને આપવામાં આવતી હતી. 11 તોપની સલામી આપ્યા બાદ વરઘોડો આગળ જવા પ્રસ્થાન કરતો હતો. દરમિયાન 25 વર્ષ પૂર્વે તોપ ફોડવાથી વરઘોડામાં જાનહાની થઇ શકે છે. તેવું કારણ ધરીને તોપની સલામી બંધ કરાવવામાં આવી હતી. ત્યારથી તોપની સલામી વગર વરઘોડો નીકળે છે. પૂજારીનું કહેવું છે કે, જ્યાં સુધી મારામાં શ્વાસ ચાલશે ત્યાં સુધી મારો કાનૂની જંગ જારી રહેશે.
ભગવાનના વરઘોડામાં તોપની સલામી અપાય તે માટે કાનૂની જંગ ખેલી રહ્યા છે. હાલ આ અંગેનો કેસ વડોદરાની સિવીલ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેનો કેસ નંબર-1770 / 1996 છે. આ કેસ અંગેની આગામી મુદત તા.17-11-022 પડી છે. આ તોપનું નિરીક્ષકો દ્વારા તોપનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. પરંતુ, આ તોપથી કોઇને નુકશાન પહોંચે તેવું કોઇ ઠોસ કારણ આપવામાં આવ્યું નથી. નોંધનીય બાબત એ છે કે, પૂજારી જનાર્દન દવે ધોમધોખતી ગરમી હોય, કડકડતી ઠંડી હોય કે, પછી ભરપૂર ચોમાસું હોય તેઓ પગરખાં પહેર્યા વગર જ ફરે છે.
25 વર્ષથી તંત્ર સામે લડત આપી રહ્યા છે પરંતુ, તંત્ર દ્વારા હજુ કોઇ મંજૂરી આપવામાં આવી નથી. તેમને વિશ્વાસ છે કે, મારા જીવતે જીવ ચોક્કસ ઠાકોરજીની તરફેણમાં ચુકાદો આવશે. હું દરેક મુદ્દતમાં અચૂક હાજર રહું છું. દિવાળી પૂર્વે પણ જિલ્લા કલેક્ટરને લેખીતમાં તોપ ફોડવાની મંજૂરી આપવા માટે રજૂઆત કરી હતી. વર્ષ 1996માં પોલીસ તંત્ર દ્વારા તોપની સલામી ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારથી તોપની ફોડવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.