ભગવાન રામને 14 વર્ષ નો જ વનવાસ કેમ? જાણો એની પાછળનું એક રહસ્ય.
આ જગતમાં ભગવાન ને જ્યારે માનવરૂપી દેહ ધર્યો છે, ત્યારે તેમને જીવનમાં અનેક દુઃખો વેઠવા પડ્યા છે! આ પરથી આપણે સૌ કોઈ શીખ લેવી જોઈએ કે જીવનમાં દુઃખ અને સુખ તો આવ્યા છે, દરેક દિવસો પસાર થઈ જવાના છે. જેવી રીતે ભગવાન રામને ચૌદવર્ષનું વનવાસ ભોગવવું પડ્યું એ આપણે જાણીએ છે પરંતુ શા માટે ભગવાન રામને જ વનવાસ કેમ મળ્યો? તમને જાણીને નવાઈ લાગશે કે, એક સ્ત્રી ન લીધે ભગવાન રામને વનવાસ મળ્યો હતો પરતું તેની પાછળ રસપ્રદ વાત જોડાયેલ રહેલ છે.
વાત જાણે એમ છે કે, એક વાર દશરથ રાજા વનમાં શિકાર કરવા ગયા તે દરમિયાન જ તેઓના પ્રાણ કૈકય દેશની કૈકયી રાજકુમારી બચાવ્યા હતા અને તેમને વરદાન માંગવાનું કહ્યું હતું! પરંતુ તે સમયે કૈકયી વરદાન ન માગ્યું અને કહ્યું કે સમય આવશે ત્યારે માંગીશ. ખરેખર બન્યું એવું કે જ્યારે રામનાં રાજ્યઅભિષેક ની વાતની જાણ થતાં જ મંથરા નામની દાસીની સલાહ તેમને વચન માગ્યા દશરથ રાજા પાસે.
કૈકયી પોતાના દીકરાને અયોધ્યા ની રાજગાદી બેસાડવા માટે તેમણે રામ માટે વનવાસ માગ્યું પરતું દશરથનું હૈયું આ ક્ષણે જ કંપી ઉઠ્યું હતું કે, મારા જ દીકરાને હું વનવાસ કેમ આપું? છતા રામ ભગવાને હસતાં મોઢે પોતાની રઘુ કુળની રીતે માન ખાતર વનવાસ સ્વીકાર્યો. સાથો સીતાજી પણ તમામ વૈભવ છોડીને તેમની સાથે જવાનો નિર્ણય કર્યો અને લક્ષણમ રામ અને સીતાજી સાથે વનવાસ ભોગવ્યો હતો.