તમે ખરતા વાળની સમસ્યા થી પીડાઈ રહ્યા છો! એક ઉપાય થી તમારા વાળ પાછા આવશે.
વાળ ખરવાના ઉપર્યુક્ત મૂળભૂત કારણોમાંથી જેના લીધે વાળ ખરતાં હોય, તે કારણો જો દૂર કરી શકાય એમ હોય તો તેનો ત્યાગ કરવાથી ચિકિત્સા વગર પણ ફાયદો થઈ જાય છે. આયુર્વેદમાં તેને નિદાન ‘પરિવર્જન’ પણ કહેવામાં આવે છે. રોગોત્પાદક મૂળભૂત કારણોના ત્યાગને નિદાન પરિવર્જન કહેવામાં આવે છે.
આયુર્વેદિય મતે શરીરમાં રોગ ઉત્પન્ન થવાના અગાઉથી જ ‘કારણો’ હોય છે. આ કારણોને લીધે શરીરમાં વાયુ, પિત્તાદિ દોષોનો સંચય હોય છે અને આ સંચિત થયેલા દોષો આગળ જતાં પ્રકુપિત થઈને રોગો ઉત્પન્ન કરે છે. આમ રોગ ઉત્પન્ન થવાની આંતરિક પ્રક્રિયા આગળથી જ હોય છે. જો આ આંતરિક પ્રક્રિયાને તોડવામાં આવે તો એટલે કે રોગોત્પાદક મૂળભૂત કારણોનો ત્યાગ કરવામાં આવે તો રોગ સ્વયં શાંત થઈ જાય છે.
આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવોકોસ્ટિક સોડા જેવા જલદ દ્રવ્યો વપરાતા હોય એવા સાબુનો ઉપયોગ કરવો નહીં.અરીઠા, શિકાકાઈ, મઠો, ત્રિફળા, બેસન, છાશ વગેરે દ્રવ્યોથી વાળ ધોવા જોઈએ.રાત્રી જાગરણ, ચિંતા, ટેન્શન, ભય, ગુસ્સાથી બચવું.આહાર પૌષ્ટિક-સમતોલ અને છએ રસોવાળો હોવો જોઈએ. દર અઠવાડિયે સ્વાદિષ્ટ વિરેચનથી હળવો જુલાબ લેવો. બ્રાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મોથ જેવા દ્રવ્યોથી ઘરે બનાવેલું જ તેલ વાપરવુ તેલ નાંખ્યા પછી સવારના તડકામાં અડધો કલાક બેસવું.
આમળાનો પાઉડર ,દહીં, જેતુનનું તેલ, એલોવેરાસામગ્રીને સમાન માત્રામાં લઈને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે તમારો ઘરગથ્થુ ઉપચાર તૈયાર છે. આ પેસ્ટનેઅઠવાડિયામાં ૩ વખત પોતાના વાળ અને વાળના મૂળ પર સારી રીતે લગાવવાની છે અને આને ૨૦ મિનીટ માટે લગાવી રાખવાની છે ત્યારે બાદ તમારે પાણીથી વાળ સાફ કરવાના છે. આવું કરવાથી તમારા વાળ માત્ર ૩ વખત ઉપયોગ કરવાથી જ સ્વસ્થ અને મજબુત બની જાય છે અને જેના માથા પર વાળ નથી તેના માથા પર નવા વાળ ઉત્પન્ન થવા લાગે છે. આ ખરતા વાળને પણ રોકે છે. આનાથી ફોતરી નાશ પામે છે અને સફેદ વાળ કળા થવા લાગે છે.