તમને માનવામા નહી આવે ! ભારતના આ ગામડામા દરેક લોકો પોર્ટુગિઝ ભાષા બોલે છે
આપણો ભારત દેશ વિવિધતા ભરેલો દેશ છે અને અલગ રાજ્યો અલગ પ્રદેશો છે અને દરેક ની અલગ અલગ સંસ્કૃતિઓ છે અને ગુજરાતી મા કહેવત છે કે બાર ગાવે બોલી બદલાઈ ત્યારે ખરેખર આ કહેવાત સાંચી છે આપણે ત્યા બાર ગામડા પછી બોલી બદલાઈ જાય છે. ત્યારે આજે એક એવા ગામ વિશે તમને જણાવીશું કે જયાં 300 વર્ષો થી પોર્ટુગિઝ ભાષા બોલાય છે.
પહેલી વખત તમને આ વાત જાણી ને ખોટુ લાગશે પરંતુ આ ખરી હકીકીત છે ભારત દેશ નુ એક ગામડું એવુ પણ છે જયા પોર્ટુગિઝ ભાષા બોલાય છે. સામાન્ય રીતે આપણા દેશ મા કોઈ જગ્યા હોય તો ત્યા તેની સ્થાનીક ભાષા બોલાતી હોય છે ત્યારે પરંતુ મહારાષ્ટ્રના કોંકણ દરિયાકાંઠે આવેલા કોરલાઇ ગામના લોકો પોર્ટુગિઝ ભાષા બોલે છે. સામાન્ય રીતે જોઈએ તો આ ગામ ના લોકો ની ભાષા મરાઠી હોવી જોઈએ પરંતુ આવુ નથી.
આ ગામ ના લોકો પોર્ટુગિઝ ભાષા નો ઉપયોગ તો કરે જ છે પરંતુ ઘણી વખત તેમા મરાઠી ભાષા નુ પમ મિશ્રણ જોવા મળે છે આવા મા પોર્ટુગિઝ અને મરાઠીના મિશ્રણવાળી ભાષાને ક્રિસ્તી કહેવામાં આવે છે. જો આની પાછળ નુ કારણ શોધવામાં આવે તો આપણે 15 મી સદીને યાદ કરવી પડે જ્યારે પોર્ટુગીઝ લોકો ભારત આવ્યા હતા અને તેવો એ ગોવા અને તેની આસપાસના વિસ્તારમાં પોર્ટુગિઝોએ થાણા સ્થાપ્યા ત્યારે કોરલાઇ ગામના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે આ ગામ મા પોર્ટુગીઝ લોકો ની સતત આવન જાવન રહેતી.
ત્યારે આ ગામ ના લોકો પોર્ટુગીઝ ભાષા ને પોતાની ભાષા મા ઉમેરતા ગયા. અને સ્થાનીક ભાષા ભુલતા ગયા. કોરલાઇ ગામ મા આજે પણ ઘણા એવા લોકો છે જે શુધ્ધ પોર્ટુગીઝ ભાષા બોલે છે અને ઘણા લોકો મિશ્રણ વાળી ભાષા બોલે છે આ ગામ મા મોટે ભાગે ખ્રીસ્તી સમુદાય વસેલો છે.
પોર્ટુગીઝ ભાષા બોલાવાનુ કારણ એ સમયે સમયની સોશિયલ ઇકોનોમિક પરીસ્થિતિએ પણ પોર્ટુગલ ભાષા બોલવા માટે મજબૂર કર્યા હોવાનું મનાય છે. પરંતુ હવે સમય જતા પોર્ટુગીઝ ભાષા બોલનાર ની સંખ્યા ઘટતી જાય છે. આ ઉપરાંત તેવો ના સાંસ્કૃતિક વારસા મા પણ પોર્ટુગીઝ ની ઝલક જોવા મળી રહે છે.
ઈતીહાસ ની એક અન્ય વાત કરવામા આવે તો આ ગામ ભા એક પોર્ટુગિઝોએ મજબૂત કિલ્લો બનાવ્યો હતો મહારાષ્ટની પ્રવાસન વેબસાઇટના જણાવ્યા મુજબ કોંકણ કાંઠે ૨૦ થી વધુ કિલ્લાઓ છે. રેવાન્ડા ક્રિકના રક્ષણ માટે કોરલાઇ કિલ્લો સમુદ્રની સપાટીથી ૩૦૦ ફૂટ ઉંચે છે. ૮૦૦૦ ઘોડાઓ અને સૈનિકો કિલ્લાનું રક્ષણ કરતા હતા. આ કિલ્લામાં ૭૦ તોપો ગોઠવવામાં આવી હતી. ૧૬૦૨માં પોર્ટુગિઝ ઇતિહાસકાર ડિઓગો ડો કોટોએ કોરલાઇના મજબૂત કિલ્લો ગણાવ્યો હતો.