EntertainmentGujarat

સોમનાથ મહાદેવ ની મૂર્તિ પહેલા હવામા રહેતી હતી આ જાણ મહુંમદ ગઝનવી ને થતા

વિનાશ પર સર્જનનું પ્રતીક એટલે સોમનાથ મહાદેવ! કહેવાય છે કે, સોમનાથ મહાદેવ નું મંદિર 6 વખત નષ્ટ થયેલું અને આજે પણ આટલા વર્ષો પછી મંદિર અડીખમ ઉભું છે. જગતમાં એટલે જ તો કહેવાય છે કે,વિનાશ પર વિજયનું પ્રતીક છે. આજે આપણે જાણીશું કે,કંઈ રીતે આ મંદિરમાં મહંમદ (કે મહમૂદ) ગઝનવીએ મંદિરમાં ઉડતી મૂર્તિનું રહસ્ય ખબર પડી. ખરેખર સોમનાથ મહાદેવનું મંદિર ગુજરાતનું અને સમગ્ર ભારતનું આસ્થાનું કેન્દ્ર છે.આમ પણ કહેવાય છે કે, જ્યારે પૃથ્વીનો નાશ થશે અને બ્રહ્માજી ફરી એક વખત પૃથ્વીનું સજર્ન કરશે ત્યારે આ મંદિર પ્રાણનાથ તરીકે ગુજરાતમાં ગૂંજશે .

મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. આ સમય સને ૪૮૭ થી ૭૬૭ સુધીનો ગણાય છે. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર ૧૩ માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા.

૧૪ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો હંકારતા. ઈ.સ. ૭૫૫ માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. સિંધના અરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો

આ પછી મહમૂદ ગઝનવીએ આશરે 5,000 સાથીઓ સાથે 1024 માં સોમનાથ મંદિર પર હુમલો કર્યો, લૂંટ ચલાવી અને તેની સંપત્તિનો નાશ કર્યો. પછી મંદિરની સુરક્ષા માટે હજારો નિશસ્ત્ર લોકો માર્યા ગયા. આ તે લોકો હતા જેઓ મંદિરની અંદર પૂજા કરતા હતા અથવા દર્શન કરવા આવ્યા હતા અને ગામના લોકો હતા જે મંદિરની સુરક્ષા માટે આવ્યા હતા.

અનેક આક્રમણો છતા આજે સોમનાથ મહાદેવ અડીખમ છે જેમાં અનેક શિવ ભકતો નુ અને મહાન રાજાઓ નુ પણ બલીદાન છે ભારતની આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દરિયાનું પાણી લઈને નવું મંદિર બનાવવાનો સંકલ્પ લીધો હતો. તેમના ઠરાવને પગલે, મંદિર 1950 માં ફરીથી બનાવવામાં આવ્યું હતું.

6 વખત તોડ્યા બાદ આ મંદિર 7 મી વખત કૈલાશ મહામેરુ પ્રસાદ શૈલીમાં બનાવવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ પણ તેના બાંધકામ સાથે જોડાયેલા રહ્યા છે. આ સમયે જે મંદિર છે તે ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે બનાવ્યું હતું અને 1 ડિસેમ્બર 1995 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *